Kumbh Mela 2025: પશ્ચિમ રેલવેની મોટી જાહેરાત, સાબરમતી, ભાવનગર અને મુંબઈથી દોડશે મહા કુંભ માટે સ્પેશિયલ ટ્રેન

પશ્ચિમ રેલવે દ્વારા મહા કુંભ મેળામાં ભાગ લેનારા મુસાફરો માટે મોટી જાહેરાત કરાઈ છે. આ મહાકુંભ સ્પેશિયલ ટ્રેન સાબરમતી, ભાવનગર અને મુંબઈથી દોડશે. જાણો આ ટ્રેનોનો રૂટ-સંપૂર્ણ સમયપત્રક.

By: Dharmendra ThakurEdited By: Dharmendra Thakur Publish Date: Sun 05 Jan 2025 12:20 PM (IST)Updated: Sun 05 Jan 2025 12:20 PM (IST)
western-railway-run-three-special-trains-from-sabarmati-bhavnagar-and-mumbai-for-maha-kumbh-mela-2025-455721

Maha Kumbh Mela 2025: આગામી 13 જાન્યુઆરીથી ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહા કુંભ મેળાની શરૂઆત થવા જઈ રહી છે. આ મેળામાં દેશ-વિદેશથી કરોડો લોકો પહોંચવાના છે. ત્યારે મહા કુંભ મેળામાં ભાગ લેનારા મુસાફરોને પશ્ચિમ રેલવેએ ખુશખબરી આપી છે. પશ્ચિમ રેલવે દ્વારા સાબરમતી-લખનૌ, ભાવનગર ટર્મિનસ-લખનૌ અને મુંબઈ સેન્ટ્રલ-લખનૌ વચ્ચે વિશેષ ભાડાં પર ત્રણ વન-વે સ્પેશિયલ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

પશ્ચિમ રેલવેએ મહા કુંભ મેળા-2025 દરમિયાન મુસાફરોના ધસારાને ધ્યાનમાં રાખીને આ મહા કુંભ સ્પેશિયલ ટ્રેનો દોડાવવાની જાહેરાત કરવામાં આવી છે. આ ટ્રેનોનું ભાડું સામાન્ય ટ્રેનોના ભાડાથી અલગ હશે.

ટ્રેન નંબર 09469 સાબરમતી-લખનૌ વન-વે સ્પેશિયલ

ટ્રેન નંબર 09469 સાબરમતી-લખનૌ સ્પેશિયલ 6 જાન્યુઆરીના રોજ અમદાવાદના સાબરમતીથી સવારે 11.00 વાગ્યે ઉપડીને બીજા દિવસે સવારે 11.00 વાગ્યે લખનૌ પહોંચશે. આ ટ્રેનમાં સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચ હશે.

ટ્રેન રૂટ - મહેસાણા, પાલનપુર, આબુ રોડ, મારવાડ, બ્યાવર, અજમેર, જયપુર, બાંડીકુઇ, ભરતપુર, આગ્રા ફોર્ટ, ટુંડલા, ઇટાવા કાનપુર સેન્ટ્રલ અને ઉન્નાવ સ્ટેશનો પર રોકાશે.

ટ્રેન નંબર 09235 ભાવનગર ટર્મિનસ-લખનૌ વન-વે સ્પેશિયલ

ટ્રેન નંબર 09235 ભાવનગર ટર્મિનસ-લખનૌ સ્પેશિયલ 8 જાન્યુઆરીના રોજ ભાવનગર ટર્મિનસથી રાત્રે 8:20 વાગ્યે ઉપડીને 10 જાન્યુઆરી, શુક્રવારના રોજ સવારે 04:00 વાગ્યે લખનૌ પહોંચશે. આ ટ્રેનમાં સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચ હશે.

ટ્રેન રૂટ - ભાવનગર પરા, ધોળા, બોટાદ, સુરેન્દ્રનગર ગેટ, વિરમગામ, ચાંદલોડિયા, કલોલ, મહેસાણા, પાલનપુર, આબુ રોડ, મારવાડ, બ્યાવર, અજમેર, જયપુર, ગાંધીનગર જયપુર, દૌસા, બાંદીકુઇ, ભરતપુર, અછનેરા, આગ્રા ફોર્ટ, ટુંડલા, ઇટાવા, કાનપુર સેન્ટ્રલ અને ઉન્નાવ સ્ટેશન પર રોકાશે.

ટ્રેન નંબર 09011 મુંબઈ સેન્ટ્રલ-લખનૌ વન-વે સ્પેશિયલ

ટ્રેન નંબર 09011 મુંબઈ સેન્ટ્રલ-લખનૌ સ્પેશિયલ 6 જાન્યુઆરીના રોજ મુંબઈ સેન્ટ્રલથી સવારે 11:00 વાગ્યે ઉપડીને બીજા દિવસે બપોરે 1:00 વાગ્યે લખનૌ પહોંચશે. આ ટ્રેનમાં સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચ હશે.

ટ્રેન રૂટ - બોરીવલી, પાલઘર, વાપી, વલસાડ, ઉધના, ભરૂચ, વડોદરા, ગોધરા, દાહોદ, રતલામ, નાગદા, ઉજ્જૈન, શુજલપુર, સિહોર, સંત હિરદારામ નગર, બીના, વીરાંગના લક્ષ્મીબાઈ ઝાંસી અને કાનપુર સેન્ટ્રલ સ્ટેશનો પર રોકાશે.

આજથી બુકિંગ શરૂ

આજે 5 જાન્યુઆરીથી ટ્રેન નંબર 09469, 09235 અને 09011 માટે બુકિંગ તમામ PRS કાઉન્ટર અને IRCTC વેબસાઇટ પર શરૂ થઈ ગઈ છે. મુસાફરો ટ્રેનો સંબંધિત વિગતવાર માહિતી માટે www.enquiry.indianrail.gov.inની મુલાકાત લઈ શકે છે.