Visavadar: પૂર્વ ધારાસભ્ય હર્ષદ રિબડીયાના પ્રયાસોથી અધૂરા બીલખા-માણેકવાડા રોડનું કામ શરૂ, લોકોમાં આનંદની લાગણી

હર્ષદભાઈ રિબડીયા વિસાવદરના પૂર્વ ધારાસભ્ય છે અને તેઓ હંમેશ વિસાવદરના લોકોના કામ માટે તત્પર રહે છે. તેમની મહેનત થકી જ આ બાકી રહેલા રોડનું કામ ચાલું થયું છે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Sat, 13 Sep 2025 12:52 PM (IST)Updated: Sat, 13 Sep 2025 12:52 PM (IST)
work-on-incomplete-bilkha-manekwada-road-has-begun-due-to-efforts-of-visavadar-former-mla-harshad-ribdiya

Visavadar Former MLA Harshad Ribadia: વિસાવદરના પૂર્વ ધારાસભ્ય  હર્ષદભાઈ રિબડીયાની સતત મહેનત અને લોકોપયોગી કાર્યો પ્રત્યેની પ્રતિબદ્ધતાના પરિણામે, લાંબા સમયથી અધૂરા રહેલા બીલખા-માણેકવાડા રોડના કામનો આખરે પ્રારંભ થયો છે. આ રોડનો માણેકવાડા ગામ નજીકનો અડધોથી પોણો કિલોમીટરનો હિસ્સો અત્યંત જર્જરિત હાલતમાં હતો, જેના કારણે વાહનચાલકો અને સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવી પડતી હતી.

બીલખા-માણેકવાડા રોડનું કામ શરૂ

હર્ષદભાઈ રિબડીયા વિસાવદરના પૂર્વ ધારાસભ્ય છે અને તેઓ હંમેશ વિસાવદરના લોકોના કામ માટે તત્પર રહે છે. તેમની મહેનત થકી જ આ બાકી રહેલા રોડનું કામ ચાલું થયું છે. અગાઉ, તેમણે આ બીલખા-માણેકવાડા રોડને રિસરફેસ કરાવવા માટે સરકારમાંથી ખુબ મોટી રકમ મંજૂર કરાવીને સારો રોડ બનાવડાવ્યો હતો. જોકે, છેલ્લા બે-ત્રણ વર્ષથી આ રોડનો અમુક હિસ્સો બાકી રહી ગયો હતો.

naidunia_image

કામ ટળે ચડ્યું હતું

આ અધૂરા કામને પુરૂ કરાવવા માટે  રિબડીયાએ વિભાગને અનેક રજૂઆતો કરી હતી. તેમણે આ કામ અધૂરું રહેવાનું અને ચાલુ ન થવાનું કારણ જાણવા મૂળ સુધી તપાસ કરી. તેમની તપાસમાં સામે આવ્યું કે જૂનાગઢ અને અમરેલી જિલ્લાની હદ (બોર્ડર) નો વાંધો હતો, જેના કારણે એકબીજા જિલ્લાના સત્તાધીશો હદ નક્કી કરી શકતા ન હતા. અગાઉ, જૂનાગઢ જિલ્લા માર્ગ અને મકાન સ્ટેટ વિભાગે માણેકવાડા ત્રણ રસ્તા સુધી ડામર કામ કરેલ હતું.

naidunia_image

લોકોમાં આનંદની લાગણી છવાઇ

છેવટે, અમરેલીની હદ નક્કી થતા,  રિબડીયાએ અમરેલીના સાંસદ ભરતભાઈ સુતરીયા તેમજ ધારી-બગસરાના ધારાસભ્ય  જે.વી. કાકડિયાને રજૂઆત કરી. આ બંને મિત્રોએ સાથે મળીને લોકોની સુખાકારી માટે માર્ગ અને મકાન સ્ટેટ વિભાગ, અમરેલી પાસે મેટલ કામ આજે શરૂ કરાવ્યું છે. હર્ષદભાઈ રિબડીયાએ આ કામ શરૂ થયેલ સ્થળની પોતે મુલાકાત લીધી હતી. મેટલ કામ પૂર્ણ થયા બાદ, ડામર કામ પણ શરૂ થશે, જેથી આખો રોડ સુચારુ બનશે અને સ્થાનિકોની પરેશાનીનો અંત આવશે.

naidunia_image