Veraval News: કોડીનાર તાલુકાના સિંધાજ તથા ગોવિંદપુરા ભંડારિયા ગામે ગેરકાયદેસર ખોદકામ પ્રવૃત્તિ ધ્યાને આવતા રૂ.1.24 કરોડનો મુદ્દામાલ તંત્ર દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે. તંત્રએ 18 ચકરડી, 3 જેસીબી, 7 ટ્રેક્ટર અને 1 ટ્રોલી જપ્ત કરવામાં આવી છે.
કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાને ગેરકાયદેસર ખનન બાબતે ખાનગી બાતમી મળતાં કોડીનાર તાલુકાના સિંધાજ તથા ગોવિંદપુરા ભંડારિયા ગામે જાતે તપાસ કરવામાં આવી હતી. જે અંતર્ગત છ જેટલી લીઝમાં આકસ્મિક તપાસ કરતાં લીઝ વિસ્તારની બહાર ખોદકામ પ્રવૃત્તિ ધ્યાને આવી હતી.
આ પણ વાંચો
જેને ધ્યાનમાં લેતાં કુલ 18 ચકરડી, 3 જેસીબી, 7 ટ્રેક્ટર અને 1 ટ્રોલી સાથે રૂ. 1.24 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. કલેકટરએ પ્રાંત અધિકારી, મામલતદારશ્રી તથા ખાણખનીજ વિભાગના અધિકારીઓને ધોરણસરની કાર્યવાહી કરવાની સૂચના આપી હતી.
જપ્ત થયેલ મુદ્દામાલની વિગત જોઈએ તો, કોડીનાર તાલુકાના સિંધાજ ગામે 12 ચકરડી, 2 જેસીબી, 5 ટ્રેક્ટર અને 1 ટ્રોલી સાથે રૂ. 85 લાખની જપ્તી કરવામાં આવી હતી. એવી જ રીતે ગોવિંદપુરા ભંડારીયા ગામે 6 ચકરડી, 1 જેસીબી, 2 ટ્રેક્ટર સાથે રૂ. 39 લાખની જપ્તી કરવામાં આવી હતી.
