Gujarat Space Center: ગુજરાતનો સૌરાષ્ટ્રનો દરિયાકાંઠો હવે સ્પેસ ટેકનોલોજીના ક્ષેત્રમાં એક નવો ઇતિહાસ રચવા જઈ રહ્યો છે. આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાની જેમ હવે ગુજરાતના સૌરાષ્ટ્રમાં આવેલા કોડીનાર નજીક એક નવું સ્પેસ લોંચિગ સ્ટેશન (સ્પેસપોર્ટ) સ્થાપિત કરવામાં આવશે. સાયન્સ સિટી અમદાવાદ ખાતે આયોજિત ત્રણ દિવસીય સ્પેસ ફેસ્ટિલવલના ઉદ્ધાટન અંગે રાજ્યના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયાએ આ મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી.
રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસે કરાઈ મોટી જાહેરાત
ઉલ્લેખનીય છે કે, 23 ઓગસ્ટ 2023ના રોજ ચંદ્રયાન-3ના લેન્ડર વિક્રમના ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળ સોફ્ટ લેડિગની યાદમાં ભારત દર વર્ષે 23 ઓગસ્ટને રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ ખાસ અવસર પર ગુજરાત સરકાર દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે.
કોડીનારની પસંદગી કેમ કરવામાં આવી?
રાજ્ય મંત્રી મોઢવાડિયાના જણાવ્યા મુજબ, સ્પેસ ટેક્નોલોજી ક્ષેત્રમાં ગુજરાત આજે ભારતમાં સૌથી મોખરાનું રાજ્ય છે તેમજ અમદાવાદમાં IN-SPACeનું હેડક્વાર્ટર આવેલું છે. આથી સૌરાષ્ટ્રના કોડીનાર નજક નવું સ્પેસ લોંચિગ સ્ટેશન સ્થપિત કરવાનું કામ ચાલી રહ્યું છે. તેની સાથે જ રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં સેટેલાઈટ ઉત્પાદન ક્ષેત્રે રોકાણ કરનાર કંપનીઓને વિશેષ પ્રોત્સાહનો આપવામાં આવી રહ્યા છે
ગુજરાતનું વૈશ્વિક સ્તરે મોટું નામ થશે
ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીના અધિકારીઓ ના જણાવ્યા પ્રમાણે, કોડીનારનો દરિયાકાંઠો અને ભૌગોલિક સ્થાન રોકેટ અને સેટેલાઈટ માટે સાનુકૂળ છે. કોડીનારમાં સ્પેસપોર્ટ બનવાથી ગુજરાત માત્ર દેશનું જ નહીં, પરંતુ વૈશ્વિક સ્પેસ ટેક્નોલોજીનું એક મુખ્ય સેન્ટર બનીને ઉભરશે, જેનાથી સ્થાનિક સ્તરે રોજગારી અને આર્થિક વિકાસને પણ મોટો વેગ મળશે.
