સોમનાથ મહાદેવ પર વરસશે ફૂલો! ભારતીય સેનાની ટીમ હવાઈ કરતબો સાથે આપશે અનોખું સન્માન

કાર્તિકી પૂર્ણિમા પહેલાં સોમનાથ મહાદેવને ભારતીય સેનાનું અનોખું સન્માન મળશે. માઉન્ટેન ઈગલ્સ ટીમ સાહસિક અભિયાન હેઠળ એરક્રાફ્ટથી મંદિર પર પુષ્પવર્ષાનું આયોજન.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Wed, 18 Nov 2026 12:16 PM (IST)Updated: Wed, 18 Nov 2026 12:16 PM (IST)
indian-armys-aerial-flower-shower-at-somnath-temple

Somnath Temple: પ્રભાસ પાટણના સાગર કિનારે સ્થિત પ્રથમ જયોર્તિલિંગ લોકોની શ્રદ્ધા અને ભક્તિનું સૌથી મોટું કેન્દ્ર છે. મોટી સંખ્યામાં લોકો ભગવાન શિવજીના દર્શન કરવા માટે ઉમટે છે. ત્યારે કાર્તિકી પૂર્ણિમાને હવે થોડો જ સમય બાકી રહ્યો છે. તેને પગલે મેળાની તૈયારીઓ ખૂબ જ જોશમાં ચાલી રહી છે.

ભારતીય સેના દ્વારા સોમનાથ દાદાને વિશેષ સન્માન આપીને ભક્તિભાવના રજૂ કરશે, જે માટે ઈન્ડિયન આર્મીનું સાહસિક હવાઈ અભિયાન વિગ્સ ઓફ વેલોર યુનિટી એક્સપેડિશન દ્વારા સોમનાથ મંદિર પર પુષ્પવર્ષા કરવામાં આવશે, જેને જોઈને ભક્તો માટે યાદગાર ક્ષણ સાબિત થશે.

સોમનાથ મંદિર પરિસરમાં આ માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. ભારતીય સેનાની ટીમ માઉન્ટેન ઈગલ્સે આ માટે વિશેષ તૈયારીઓ કરી છે. આ સાહસિક ટીમ દ્વારા 14 નવેમ્બરના રોજ મધ્યપ્રદેશના મહુથી 32 કિમીનું ખેડાણ ખેડીને સાહસિક અભિયાન આરંભ્યું હતું. આ સાહસિક હવાઈ અભિયાન દરમિયાન રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશના ઐતિહાસિક અને સાહસિક સ્થળોની મુલાકાત લેશે.

ત્યારબાદ માઉન્ટેન ઈગલ્સ ટીમ અમરેલીથી દીવ, ત્યારબાદ સોમનાથ મંદિર અને કેશોદ જશે ત્યારબાદ જામનગર ખાતે ઉતરાણ કરશે. સેનાના વિશેષ અભિયાનનો હેતુ માત્ર ભારતીય સેનાની સાહસિક પ્રવૃત્ત પ્રદર્શિત કરવાનો નહીં. પરંતુ દેશભક્તિ, સાહસ અને રાષ્ટ્રીય એકતાની ભાવનાને ઉજાગર અને પ્રોત્સાહિત કરવાનો છે. આ પ્રસંગે એરક્રાફ્ટ દ્વારા અલગ અલગ કરતબો કરીને સોમનાથ મંદિર પર પુષ્પવર્ષા કરવામાં આવશે.