Rajal Barot New Song: ગુજરાતના જાણિતા સિંગર રાજલ બારોટ છેલ્લા ઘણાં સમય પછી ફરી સક્રિય થયા છે. લગ્ન બાદ તેમણે ફરીથી સિંગિંગ પર્ફોમન્સ શરૂ કર્યા છે. જે અંતર્ગત તેઓ આગામી 6 તારીખે ઉનામાં ચંદ્રકિરણ મિત્ર મંડળ દ્વારા આયોજિત ગણેશ વિસર્જન નિમિત્તે પર્ફોમ કરવાના છે. મહત્ત્વનું છે કે, સિંગર રાજલ બારોટની સાથે સિંગર તેજલ ઠાકોર અને એક્ટ્રેસ મમતા સોની પણ હશે.
તો આ ગણેશોત્સવમાં સિંગર રાજલ બારોટનું શ્રીગણેશજીની ભક્તિ ગીત પણ રિલીઝ થયું હતું. આ ગીત રાજેશ ભદ્રાણિયાએ લખ્યા હતા. અને ધવલ કાડિયાએ તેનું મ્યુઝિક કમ્પોઝ કર્યું હતું. આ ગીત લોકોને ખૂબ જ પસંદ આવ્યું હતું. મોટા ભાગના ગણેશ પંડાલમાં આ ગીત પર ભક્તો થનગનતા હતા.
હવે આગામી ગણતરીના દિવસોમાં નવરાત્રી આવી રહી છે ત્યારે રાજલ બારોટના સ્વરમાં મા નો ચંદરવો નામનું નોન સ્ટોપ ગરબા આલ્બમ પણ લોન્ચ થઈ ગયું છે. આ આલ્બમના ગરબા દેવરાજ અદ્રોજ અને ભરત રાવતે લખ્યા છે. આ આલ્બમ રિલીઝ થયા પછી લોકો તેને આવકારી રહ્યા છે.