Gujarat Rain Data Today September 23: ગુજરાતમાં મેઘ મહેર જામી છે. ત્યારે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ વરસ્યો છે, સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગરના વરસાદી આંકડા પ્રમાણે, 22 સપ્ટેમ્બરથી 23 સપ્ટેમ્બર સુધીના સવારના 6 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધીમાં ગીર સોમનાથના ઉનામાં સૌથી વધુ 2.72 ઇંચ વરસાદ નોંધાયો છે.
ગીર સોમનાથ અને પોરબંદરના વરસાદી આંકડા
છેલ્લા 24 કલાકના વરસાદી આંકડાની વાત કરીએ તો, ગીર સોમનાથ જિલ્લાના ઉના પંથકમાં 2.72 ઇંચ (69 મીમી) જેટલો વરસાદ નોંધાયો છે. જેના લીધે ગીર સોમનાથ પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે, તેમજ અમરેલીના રાજુલામાં 2.60 ઇંચ અને પોરબંદરના રાણાવાવમાં 2.36 ઇંચ વરસાદ ખાબકતાં રોડ-રસ્તા પર પાણી ફરી વળ્યા છે. તેમજ નવસારી જિલ્લાના ખેરગામમાં 2.24 ઇંચ વરસાદ વરસ્યો છે.
ઘણા તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ
ગુજરાતના ઘણા જિલ્લાઓમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે તો ક્યાંક વરસાદની સ્થિતિ હળવી પણ જોવા મળી છે, વલસાડ જિલ્લાના ધરમપુર અને ભાવનગરના ગારીયાધારમાં 1.18 ઇંચ, ભરુચ જિલ્લાના હાંસોટમાં 1.14 ઇંચ અને જામનગરના જામજોધપુરમાં 1.02 ઇંચ વરસાદ ખાબક્યો છે,
1 ઇંચથી ઓછો વરસાદ
હાલ ચોમાસુ તેનાં અંતિમ ચરણમાં છે તેથી ગુજરાતના બાકીના વિસ્તારોમાં 2 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો પરંતુ ઘણી જગ્યાએ એક ઈંચથી ઓછો વરસાદ વરસ્યો છે. વલસાડના નાનાપોંઢામાં 0.98 ઇંચ અને જૂનાગઢના કેશોદમાં 0.94 ઇંચ વરસાદ નોંધાયો છે.
આ ઉપરાંત રાજકોટના ગોંડલ અને ભાવનગરના મહુવામાં 0.83 ઇંચ, ભરૂચના નેત્રંગમાં 0.83 ઇંચ તથા નવસારીના ગણદેવીમાં 0.79 ઇંચ વરસાદ નોંધાયો છે. ગીર સોમનાથના તાલાલા અને બોટાદમાં 0.75 ઇંચ વરસાદ પડ્યો છે.
ગુજરાતમાં તાલુકાવાર વરસાદના આંકડા (ઇંચમાં)
| ક્રમાંક | જિલ્લો | તાલુકો | વરસાદ (ઇંચમાં) |
|---|---|---|---|
| 1 | ગીર સોમનાથ | ઊના | 2.72 |
| 2 | અમરેલી | રાજુલા | 2.60 |
| 3 | પોરબંદર | રાણાવાવ | 2.36 |
| 4 | નવસારી | ખેરગામ | 2.24 |
| 5 | વલસાડ | ધરમપુર | 1.18 |
| 6 | ભાવનગર | ગારીયાધાર | 1.18 |
| 7 | ભરૂચ | હાંસોટ | 1.14 |
| 8 | જામનગર | જામજોધપુર | 1.02 |
| 9 | વલસાડ | નાનાપોંઢા | 0.98 |
| 10 | જૂનાગઢ | કેશોદ | 0.94 |
| 11 | રાજકોટ | ગોંડલ | 0.83 |
| 12 | ભાવનગર | મહુવા | 0.83 |
| 13 | ભરૂચ | નેત્રંગ | 0.83 |
| 14 | નવસારી | ગણદેવી | 0.79 |
| 15 | ગીર સોમનાથ | તાલાલા | 0.75 |
| 16 | બોટાદ | બોટાદ | 0.75 |
| 17 | વલસાડ | કપરાડા | 0.71 |
| 18 | ગીર સોમનાથ | ગીર ગઢડા | 0.63 |
| 19 | સુરત | પલસાણા | 0.63 |
| 20 | રાજકોટ | કોટડા સાંગાણી | 0.59 |
| 21 | રાજકોટ | જામકંડોરણા | 0.59 |
| 22 | જૂનાગઢ | માળિયા હાટીના | 0.59 |
| 23 | ભરૂચ | વાગરા | 0.51 |
| 24 | જૂનાગઢ | વિસાવદર | 0.35 |
| 25 | તાપી | કુકરમુંડા | 0.31 |
| 26 | પોરબંદર | કુતિયાણા | 0.31 |
| 27 | ભાવનગર | તળાજા | 0.28 |
| 28 | અમરેલી | લાઠી | 0.24 |
| 29 | અમરેલી | લીલિયા | 0.24 |
| 30 | સુરત | મહુવા | 0.24 |
| 31 | તાપી | ઉચ્છલ | 0.24 |
| 32 | વલસાડ | વલસાડ | 0.16 |
| 33 | રાજકોટ | જેતપુર | 0.12 |
| 34 | અમરેલી | ધારી | 0.12 |
| 35 | નવસારી | ચીખલી | 0.12 |
| 36 | ડાંગ | ડાંગ-આહવા | 0.12 |
| 37 | બોટાદ | ગઢડા | 0.08 |
| 38 | વડોદરા | દેસર | 0.08 |
| 39 | વલસાડ | વાપી | 0.08 |
| 40 | જૂનાગઢ | જૂનાગઢ | 0.08 |
| 41 | જૂનાગઢ | જૂનાગઢ સિટી | 0.08 |
| 42 | સુરત | સુરત સિટી | 0.08 |
| 43 | ભાવનગર | ઉમરાળા | 0.08 |
| 44 | વલસાડ | પારડી | 0.08 |
| 45 | બોટાદ | બરવાળા | 0.08 |
| 46 | અરવલ્લી | શામળાજી | 0.04 |
| 47 | સુરત | અરેઠ | 0.04 |
