Gir Somnath Rain: સામતેર ગામમાં પૂર વચ્ચે ઘરમાં ફસાયેલા 4 વ્યક્તિનું રેસ્ક્યુ, તંત્રએ સુરક્ષિત સ્થળે ખસેડ્યા

ગીર સોમનાથના ઉના તાલુકાના સામતેર ગામમાં ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. વહીવટી તંત્ર અને SDRF ટીમે ઘરમાં ફસાયેલા 4 લોકોને સુરક્ષિત બહાર કાઢી સુલતાનપુર પ્રાથમિક શાળામાં ખસેડ્યા.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 05 Jul 2026 06:10 PM (IST)Updated: Sun, 05 Jul 2026 06:10 PM (IST)
gir-somnath-rain-4-rescued-from-flooded-home-in-samter-village-on-una

Gir Somnath Rain: ભારે વરસાદના કારણે ઉના તાલુકાના સામતેર ગામે અડધી રાતે નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયાં હતાં. પાણી ભરાવાના કારણે ઘરમાં ફસાયેલા 4 લોકોનું વહીવટી તંત્ર અને SDRFની ટીમ દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું.

naidunia_image
હકીકતમાં શ્રીકાર વરસાદના પરિણામે સામતેર ગામે ઘરની અંદર પાણી ભરાયેલા હોવાનું અને ઘરમાં 4 લોકો પાણીમાં ફસાયેલા હોવાનું વહીવટીતંત્રની જાણમાં આવ્યું હતું. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને લઇ ઘરમાં ફસાયેલા તમામ લોકોની રાહત અને બચાવ કામગીરી માટે તાત્કાલિક મામલતદાર કચેરી સ્ટાફ, તથા SDRFની ટીમ દ્વારા સંયુકત રીતે કામગીરી કરતાં પાણીમાં ફસાયેલા 4 વ્યક્તિઓને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યાં હતાં.

ગીર સોમનાથ જિલ્લામાં અતિ વરસાદના પગલે SDRFની ટીમ પણ એલર્ટ છે અને વહીવટીતંત્રના સંકલનમાં રહી કામગીરી કરવામાં આવી રહી છે. તમામ લોકોનો સુરક્ષિત બચાવ કરી અને પ્રાથમિક શાળા-સુલતાનપુર ખાતે શિફટ કરવામાં આવ્યાં હતાં. જ્યાં તેમને રહેવાની અને સૂવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.

naidunia_image