Gir Somnath: ગુજરાત કોંગ્રેસમાં અવારનવાર આંતરિક વિખવાદ અને વિવાદોના સમાચારો સામે આવતા રહે છે. તાજેતરમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ 1 બેઠક જીતવામાં સફળ રહી છે. જેના પગલે પ્રદેશ કોંગ્રેસમાં નવા પ્રાણ અવશ્ય ફૂંકાયા છે, પરંતુ આંતરિક મતભેદ અટકવાનું નામ નથી લઈ રહ્યા. હવે ગીર-સોમનાથ જિલ્લા કોંગ્રેસમાં ડખ્ખો સામે આવ્યો છે.
હકીકતમાં ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કરશન બારડે પક્ષપલટા સામે રોષ વ્યક્ત કર્યો છે. આ સાથે જ તેમણે સ્થાનિક કોંગી ધારાસભ્ય વિમલ ચુડાસમા પર સંગીન આક્ષેપ કર્યા છે.
આ પણ વાંચો: કોંગ્રેસ ધારાસભ્ય વિમલ ચુડાસમાને જાનથી મારી નાંખવાની ધમકી મળી, ભાજપ સાંસદ સહિત 8 સામે પોલીસમાં અરજી
અગાઉ વિમલ ચુડાસમાએ નિવેદન આપ્યું હતું કે, કોંગ્રેસ પ્રમુખ કરશન બારડે મને ચોરવાડની જવાબદારી સોંપી હતી. ચોરવાડમાં 14 હજાર વોટિંગ થયું. જેમાંથી કોંગ્રેસને માત્ર 1900 મત જ મળ્યા છે. નગર પાલિકામાં વર્ષોથી કોંગ્રેસનું શાસન હોવા છતાં પાર્ટીને માત્ર 1900 મત મળે તો તેનો શું અર્થ? હવે પાર્ટી હાઈકમાન્ડ વિચારે.
વધુમાં જિલ્લા પ્રમુખે જણાવ્યું કે, MLA વિમલ ચુડાસમા ચૂંટણી આવે ત્યારે ભાગી જાય છે. લોકસભાની ચૂંટણી સમયે પણ વિમલ ચુડાસમા નિષ્ક્રિય રહ્યા હતા. વિમલ ચુડાસમા અને રાજેશ ચુડાસમા મળેલા છે. કોંગ્રેસ ધારાસભ્ય આડકતરી રીતે ભાજપને મદદ કરી રહ્યા છે અને બન્નેનું સેટિંગ ચાલી રહ્યું છે. તેમના ગામ ચોરવાડમાંથી જ કોંગ્રેસને બહુ ઓછા મત મળ્યા હતા.
