ગીર સોમનાથમાં દરિયો ગાંડોતૂરઃ સૈયદ રાજપરાના ખાડી વિસ્તારમાં લાંગરેલી બોટ અને નાની હોડીઓ સમુદ્રમાં તણાઈ

ગીર સોમનાથના સૈયદ રાજપરામાં ભારે વરસાદ અને પવનને કારણે 5-6 બોટ અને નાની હોડીઓ દરિયામાં તણાઈ ગઈ હતી. એક બોટમાં ફસાયેલા ચાર માછીમારોને કોસ્ટગાર્ડે નવાબંદર ખાતેથી સુરક્ષિત બચાવ્યા.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 05 Jul 2026 06:21 PM (IST)Updated: Sun, 05 Jul 2026 06:21 PM (IST)
gir-somnath-news-boats-swepts-away-in-saiyad-rajpara-amidst-heavy-rain

Gir Somnath News: ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદ અને પવનના પરિણામે દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે, જેના પરિણામે ઉના તાલુકાના સૈયદ રાજપરામાં લાંગરેલી 5 થી 6 બોટ અને 2-3 નાની હોડીઓ સમુદ્રમાં તણાઇ હતી.

ઉના તાલુકાનાં સૈયદ રાજપરા ગામે 5 થી 6 બોટો તથા 2-3 જેટલી નાની હોડીઓ દરિયાઇ ખાડી વિસ્તારમાં લાંગરેલી હતી. જોકે ભારે વરસાદ અને ઝડપી પવન તેમજ નદીના ધસમસતા પ્રવાહનાં કારણે આ બોટ તેમજ હોડીઓ લંગર તોડી સમુદ્રમાં તણાઇ હતી.

Gir Somnath Rain: સામતેર ગામમાં પૂર વચ્ચે ઘરમાં ફસાયેલા 4 વ્યક્તિનું રેસ્ક્યુ, તંત્રએ સુરક્ષિત સ્થળે ખસેડ્યા

તણાઈ ગયેલી બોટ પૈકી એક બોટમાં 4 માછીમાર હોવાનું જાણવા મળ્યું હતું. જેથી આ બોટ-હોડીના રેસ્ક્યૂ માટે કોસ્ટગાર્ડના જવાનો સૈયદ રાજપરા ખાતે રવાના થયા હતાં.

કોસ્ટગાર્ડ દ્વારા નવાબંદર ખાતે કમલેશ જીલુભાઇ બારૈયા, નરશી બચુભાઇ બાંભણીયા, રવજી બાબુભાઇ શિયાળ તથા રામજી બાબુભાઇ શિયાળને સહી સલામત રેસ્ક્યુ કરીને બચાવવામાં આવ્યાં હતાં.