Gir Somnath: અયોધ્યાથી આવેલા અક્ષત કુંભ કળશની કોડીનારમાં શોભાયાત્રા યોજાઈ, 'જય શ્રી રામ'ના નારા લાગ્યા

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 13 Dec 2023 12:01 PM (IST)Updated: Wed, 13 Dec 2023 12:01 PM (IST)
gir-somnath-akshat-kumbh-kalash-shobhayatra-held-at-kodinar

Gir Somnath: શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર સંપર્ક અભિયાન અંતર્ગત અયોધ્યાથી આવેલા અક્ષત કુંભ કળશનું કોડીનારમાં વિવિધ સ્થાનોએ પૂજન બાદ વિશાળ શીભાયાત્રા યોજાયા બાદ રામજી મંદિરે અક્ષત કળશનું સ્થાપન કરવામાં આવ્યું. આ તકે બહોળી સંખ્યામાં નગરજનો હાજર રહ્યા હતા.

સનાતન હિન્દુ સમાજના આરાધ્ય દેવ ભગવાન શ્રીરામના ભવ્ય મંદિરની આવનારા દિવસોમાં અયોધ્યા ખાતે પ્રાણ પ્રતિષ્ઠા થવા જઇ રહી હોય, તે સૌ હિંદુ સમાજ માટે આનંદ અને ગૌરવની ક્ષણ બની રહેશે. અયોધ્યાથી પ્રસાદી સ્વરૂપ આવેલા પૂજીત અક્ષત કુંભ કળશનું કોડીનારમાં આગમન બાદ બહોળી સંખ્યામાં નગરજનો દ્વારા સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શાસ્ત્રોક્ત પૂજન કરવામાં આવ્યું હતું.

જે બાદ વિશાળ રેલી સ્વરૂપે જય શ્રીરામના નારા અને સંગીતના સુર સાથે કોડીનારમાં વસતા કારસેવકોનાં ઘરે અક્ષત કુંભની પધરામણી અને પૂજન કરવામાં આવ્યું હતું. વિશાળ શોભાયાત્રા બાદ અક્ષત કુંભને કોડીનાર શહેરમાં આવેલા ભગવાન શ્રીરામના મંદિરમાં ભવ્ય રીતે પધરામણી કરીને મહાઆરતી કરવામાં આવી હતી.

કોડીનાર શહેરમાં વસતા તમામ જ્ઞાતિજનો ,વિવિધ સંસ્થાઓ, યુવક મંડળો સહિત વિશાળ સંખ્યામાં રામભક્તો દ્વારા પૂજન થયું હતું.આવનારા દિવસોમાં સમગ્ર કોડીનાર તાલુકો અને શહેર રામમય બનીને "હર ગાંવ અયોધ્યા ધામ" ની વાત સાર્થક બને એવું રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર સંપર્ક અભિયાનના કાર્યકર્તાઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.