Valsad: વલસાડમાં સસ્તા ભાવે સોનાની લાલચ આપીને ઠગાઈ કરતી ગેંગનો પર્દાફાશ, રૂ. 1.12 કરોડની નકલી નોટો સાથે 9ની ધરપકડ

નકલી સોનાનું બિસ્કિટ બતાવી વિશ્વાસમાં લીધા બાદ પોલીસના સ્વાંગમાં આવેલા સાગરિતો ફરિયાદીને એકલો મૂકીને ભાગી છૂટ્યા

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 14 Feb 2025 10:04 PM (IST)Updated: Fri, 14 Feb 2025 10:04 PM (IST)
valsad-news-crime-branch-busted-gang-cheated-name-on-cheap-gold-held-9-accused
HIGHLIGHTS
  • સુરતના ઈસમે સસ્તામાં સોનું લેવા જતાં રૂ. 9.80 લાખ ગુમાવ્યા

Valsad: વલસાડ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમને મોટી સફળતા સાંપડી છે. જેમાં રૂ. 1.12 કરોડની નકલી ચલણી નોટ સાથે આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો છે. આ ગેંગ સસ્તા ભાવે સોનાના બિસ્કિટ આપવાની લાલચ આપીને સોનું ખરીદનાર ગ્રાહકને નકલી સોનું તેમજ ચિલ્ડ્રન બેંકની નકલી નોટો પધરાવતી હતી. આ મામલે ક્રાઈમ બ્રાન્ચે 9 આરોપીઓની ધરપકડ કરી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ગત 4 ફેબ્રુઆરીના રોજ ડુંગરી સ્થિત હોટલ એમ્પાયરના પાર્કિંગમાં આરોપીઓએ એક વ્યક્તિને 100 ગ્રામ સોનાના બે બિસ્કિટ 12 લાખ રૂપિયાની કિંમતે આપવાનું કહીને ફસાવ્યો હતો. જે બાદ આરોપીઓએ ફરિયાદીને સોનાના બિસ્કિટ બતાવીને 9.80 લાખ રૂપિયા લઈ લીધા, પરંતુ બિસ્કિટ નહતા આપ્યા. આ દરમિયાન નંબર પ્લેટ વિનાની ક્રેટા કારમાં પોલીસના સ્વાંગમાં આવેલા લોકો સાથે આરોપીઓ પૈસા લઈને ભાગી છૂટ્યા હતા.

આ મામલે દાખલ પોલીસ ફરિયાદના આધારે પોલીસે નજીકના CCTV ફૂટેજ ચકાસ્યા હતા. જેના આધારે આરોપીઓની ધરપકટ માટે એક ટીમ પણ બનાવવામાં આવી હતી. આ દરમિયાન બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે આ ગુનામાં સંડોવાયેલા નઝી ઉર્ફે ભજીયવાલા મલિ, મામદ ઉર્ફે મજીદ ઉર્ફે ભૂરો સમુરા, અબ્દુલહનાન થઈમ, ઝુબૈર ઝાખરા, અબ્દુલ નોતીયાર, સૂરજ ગુપ્તા, મામદ સુમરા, મુશ્તાક નોતિયાર, ઈરફાન વાઘેલાને ઝડપી પાડ્યા હતા. જેમની પાસેથી કુલ 4.14 લાખ રોકડા અને રૂ. 1.12 કરોડથી વધુની ચિલ્ડ્રન બેંકની નકલી ચલણી નોટો જપ્ત કરવામાં આવી છે.