Valsad Rain Report Today: લાંબા વિરામ બાદ મેઘરાજાએ ગુજરાતમાં ફરી એન્ટ્રી લીધી છે. છેલ્લા બે-ત્રણ દિવસથી દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ નોંધાઈ રહ્યો છે. ગતરોજ 13 સપ્ટેમ્બરે પણ બપોર બાદ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના વિવિધ જિલ્લામાં વરસાદ નોંધાયો હતો. જેમાં, વલસાડ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાતા તમામ તાલુકામાં મેઘમહેર જોવા મળી હતી.
વલસાડ જિલ્લાના તમામ તાલુકામાં મેઘમહેર
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC), ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા 13 સપ્ટેમ્બર સવારે 6:00 વાગ્યાથી 14 સપ્ટેમ્બરના સવારે 6:00 વાગ્યા સુધીના 24 કલાકના વરસાદી આંકડા અનુસાર વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં સમગ્ર રાજ્યમાં સૌથી વધુ 113 મીમી (4.45 ઈંચ) વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત નાનાપોંઢા, ધરમપુર અને વાપી સહિતના તમામ તાલુકામાં નોંધપાત્ર વરસાદી આંકડા નોંધાયા છે.
કપરાડા તાલુકામાં સૌથી વધુ 4.45 ઈંચ વરસાદ
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં 24 કલાક દરમિયાન કુલ 113 મીમી (4.45 ઈંચ) આકાશી આફતરૂપી વરસાદ નોંધાયો છે. કપરાડામાં બપોરે 12 વાગ્યાથી 4 વાગ્યા વચ્ચે 51 મીમી અને રાત્રે 2 વાગ્યાથી 4 વાગ્યા દરમિયાન 10 મીમી વરસાદ વરસ્યો હતો.
ઔદ્યોગિક વિસ્તાર ધરાવતા વાપી તાલુકામાં કુલ 79 મીમી (3.11 ઈંચ) વરસાદ વરસ્યો છે, જેમાં સવારે 10 વાગ્યાથી 12 વાગ્યા વચ્ચે 42 મીમી અને રાત્રે 12 વાગ્યાથી 2 વાગ્યા દરમિયાન 24 મીમી વરસાદ નોંધાયો છે.
વલસાડ જિલ્લાના તમામ તાલુકામાં કુલ વરસાદ
| તાલુકાનું નામ | વરસાદ (મીમી) | વરસાદ (ઈંચ) |
|---|---|---|
| કપરાડા | 113 | 4.45 |
| નાનાપોંઢા | 90 | 3.54 |
| ધરમપુર | 87 | 3.43 |
| વાપી | 79 | 3.11 |
| ઉમરગામ | 67 | 2.64 |
| પારડી | 47 | 1.85 |
| વલસાડ | 30 | 1.18 |
નાનાપોંઢા અને ધરમપુરમાં ભારે વરસાદ નોંધાયો
જિલ્લાના અન્ય તાલુકાઓની વાત કરીએ તો નાનાપોંઢા તાલુકામાં કુલ 90 મીમી (3.53 ઈંચ) વરસાદ વરસ્યો છે. જેમાં સવારે 10 વાગ્યાથી 4 વાગ્યા વચ્ચે 46 મીમી વરસાદ નોંધાયો હતો. ધરમપુર તાલુકામાં કુલ 87 મીમી (3.43 ઈંચ) વરસાદ નોંધાયો છે, જેમાં સવારે 10 વાગ્યાથી 12 વાગ્યા વચ્ચે જ 30 મીમી વરસાદ પડી ગયો હતો.
ઉમરગામ, પારડી અને વલસાડ તાલુકાના આંકડા
ઉમરગામ તાલુકામાં 24 કલાકમાં કુલ 67 મીમી (2.64 ઈંચ) વરસાદ વરસ્યો છે, જેમાં સાંજે 4 વાગ્યાથી 8 વાગ્યા વચ્ચે 35 મીમી વરસાદ પડ્યો હતો. પારડી તાલુકામાં કુલ 47 મીમી (1.85 ઈંચ) વરસાદ નોંધાયો છે. વલસાડના જિલ્લા મથક વલસાડ તાલુકામાં કુલ 30 મીમી (1.18 ઈંચ) વરસાદ વરસ્યો છે.
