Valsad AAP 400 people joined BJP: આજરોજ એક સમાચારથી દક્ષિણ ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. વલસાડ આમ આદમી પાર્ટીમાંથી આગેવાનો અને કાર્યકરો સહિત 400 જેટલા લોકો ભાજપમાં જોડાયા છે. વલસાડના ફલધરા ગામ ખાતે આ તકે સાંસદ ધવલ પટેલ અને ધારાસભ્ય અરવિંદ પટેલની ઉપસ્થિતિ રહ્યા હતા.
AAPના કાર્યકર-આગેવાન ભાજપમાં જોડાયા
વલસાડ જિલ્લાના ફલધરા ગામ ખાતે સાંસદ ધવલ પટેલ અને ધારાસભ્ય અરવિંદ પટેલની ઉપસ્થિતિમાં એક કાર્યક્રમ યોજાયો હતો. આ દરમિયાન વલસાડ આમ આદમી પાર્ટી (Valsad AAP) ના 400થી વધુ આગેવાનો અને કાર્યકરો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. સાંસદ ધવલ પટેલ અને ધારાસભ્ય અરવિંદ પટેલે આ તમામને કેસરિયો ખેસ પહેરાવ્યો હતો.
સાંસદ ધવલ પટેલ અને ધારાસભ્ય અરવિંદ પટેલ ઉપસ્થિત રહ્યા
આ તકે સાંસદ ધવલ પટેલ અને ધારાસભ્ય અરવિંદ પટેલ ગ્રામજનો સાથે સંવાદ કર્યો હતો. વધુમાં ગામના લોકો સાથે ભોજન પણ લીધું હતું. આ તકે સાંસદ ધવલ પટેલે કહ્યું કે"વલસાડ અને ધરમપુરના આશરે 400થી વધુ આમ આદમી પાર્ટીના લોકો આજે ભાજપમાં જોડાયા છે. હવે લોકોને આમ આદમી પાર્ટી પર વિશ્વાસ રહ્યો નથી."
આ પણ વાંચો: વાપીમાં પત્નીના આડાસબંધમાં માથું ધડથી અલગ કરી દીધુ, કોર્ટે હત્યારા પતિને મૃત્યુદંડની સજા ફટકારી
સાંસદ ધવલ પટેલે કરી પોસ્ટ
આ અંગે એક પોસ્ટ કરતા સાંસદ ધવલ પટેલે લખ્યું કે, આજરોજ ફલધરા ખાતે ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ તથા ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલની ઉપસ્થિતિમાં ધરમપુર તેમજ વલસાડ વિસ્તારના આમ આદમી પાર્ટીના 400 જેટલા આગેવાનો-કાર્યકરો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વિકાસ અને ભાજપની રાષ્ટ્ર પ્રથમની નીતિથી પ્રેરિત થઈને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા. જેમાં યુવા ભાઈઓ-બહેનોની સંખ્યા મોટા પ્રમાણમાં જોવા મળ્યા હતા.
