Shree Hanuman Chalisa Yuva Katha: સાળંગપુર હનુમાનજી મંદિરના શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ સ્વામી દેશ અને દુનિયામાં શ્રીહનુમાન ચાલીસા યુવા કથાનું લોકોને શ્રવણ કરાવી રહ્યા છે. ત્યારે આગામી 16થી 22 મે, 2025 દરમિયાન વલસાડના તિથલ બીચના કાંઠે પહેલીવાર શ્રીહનુમાન ચાલીસા યુવા કથાનું આયોજન કરાયું છે. આ માટે અહીં સ્વંયસેવકો દ્વારા તડામાર તૈયારી કરવામાં આવી રહી છે.
શ્રીહનુમાન ચાલીસા યુવા કથાના કાર્યક્રમ
કથા પહેલાં ડાયરો યોજાશે
- તારીખ 15-5-2025ના રોજ રાત્રે 8.30 વાગ્યે કથા શરૂ થયાની પૂર્વ સંધ્યાએ ભવ્ય ડાયરાનું યોજાશે
- ડાયરામાં બ્રિજરાદાન ગઢવી અને હિતેશ અંટાળા ભજન અને લોકગીતોની રમઝટ બોલાવશે
પોથીયાત્રા
- તારીખ 16-5-2025ના રોજ બપોરે 3 કલાકે ભવ્ય પોથી યાત્રા યોજાશે.
- મહિલા ભકતો રામચરિત માનસની 1100 પોથીને પોતાના મસ્તકપર રાખીને જોડાશે.
- D.J., બેન્ડવાજા, નાસીક ઢોલ, સંગીત સાથે જમાવટ કરશે.
- હાથી, ઊંટગાડી, બળદગાડી, ખુલ્લી થાર જીપ, બુલેટ સમૂડ, પોથીયાત્રાની શોભા વધારશે.
- વાનરો, હનુમાનજી, દેવી દેવતાઓ, મીકી માઉસ સાથે અસંખ્ય ભક્તો પોથીયાત્રામાં જોડાશે.
શ્રીહનુમાન જન્મોત્સવ
- તારીખ 18-5-2025ના રોજ રાત્રે 10 વાગ્યે ભવ્ય હનુમાન જન્મોત્સવ ઉજવાશે.
- 151 કિલોની કેક દાદાને ધરાવવામાં આવશે.
- સમગ્ર સભામંડપ ફુગ્ગાથી સજાવવામાં આવશે.
- 1000 કિલો ચોકલેટ-કેટબરી દાદાને ધરાવવામાં આવશે.
- 108 કિલો પુષ્પવર્ષાથી દાદા, સંતો ભકતોને વધાવવામાં આવશે.
- દાદાને ભવ્ય ફલકૂટ ધરાવવામાં આવશે.
- અનેક પ્રકારના હનુમાનજી અને વાનર સેનાના દર્શન થશે.
- D.J.ના તાલે યુવાનો હનુમાન ભક્તિમાં થનગનાટ કરશે.
દાદાનો ભવ્ય ફલફ્રુટ ઉત્સવ
- તારીખ 20-5-2025ના રોજ રાત્રે 8 વાગ્યે દાદાનો ભવ્ય ફલફ્રુટ ઉત્સવ ઉજવાશે.
- 11000 કિલો ફૂટથી દાદાનો ભવ્ય ફલકૂટ થશે. દરેક ભક્તો દાદા માટે પોતાના ભાવ પ્રમાણે ફૂટ લાવી શકે છે.
