Valsad: 'વંદે ભારત' ટ્રેનમાં બેસી વલસાડ પહોંચ્યા જગદીશ વિશ્વકર્મા, સંગઠનાત્મક બેઠકમાં આપ્યું માર્ગદર્શન

ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માનું વલસાડમાં ભવ્ય સ્વાગત થયું.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sat, 14 Mar 2026 08:49 AM (IST)Updated: Sat, 14 Mar 2026 12:05 PM (IST)
jagdish-vishwakarma-valsad-visit-by-boarding-vande-bharat-train-bjp-meeting
HIGHLIGHTS
  • જગદીશ વિશ્વકર્મા ટ્રેન દ્વારા વલસાડ પહોંચ્યા હતા
  • રેલવે સ્ટેશન પર કાર્યકર્તાઓએ ભવ્ય સ્વાગત કર્યું
  • ત્રિદિવસીય સંગઠનાત્મક પ્રવાસ અંતર્ગત મુલાકાત

Jagdish Vishwakarma Valsad Visit: ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ તેમના ત્રિદિવસીય સંગઠનાત્મક પ્રવાસની શરૂઆત કરી છે. આ પ્રવાસ અંતર્ગત તેઓ ગાંધીનગરથી 'વંદે ભારત' એક્સપ્રેસ મારફત વલસાડ પહોંચ્યા હતા, જ્યાં તેમનું ઉષ્માભર્યું અને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

ટ્રેનમાં બેસી વલસાડ પહોંચ્યા જગદીશ વિશ્વકર્મા

ગુજરાત પ્રદેશ ભાજપ મીડિયા વિભાગની અખબારી યાદી અનુસાર, ગઈકાલે 13 માર્ચના રોજ ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા વંદે ભારત ટ્રેન મારફત વલસાડ રેલવે સ્ટેશન પર પહોંચ્યા. ત્યારે ત્યાં ઉપસ્થિત કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારાની આગેવાનીમાં ભાજપના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માનું ઉષ્માસભર ભવ્ય સ્વાગત કર્યું હતું.

મોડી સાંજે સંગઠનાત્મક બેઠક અને માર્ગદર્શન

વલસાડ ખાતે પહોંચ્યા બાદ, 13 માર્ચે મોડી સાંજે પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ જિલ્લા ભાજપા સંગઠનના પદાધિકારીઓ સાથે એક મહત્વપૂર્ણ સંગઠનાત્મક બેઠક યોજી હતી. આ બેઠકમાં જિલ્લાના ધારાસભ્યો, જિલ્લા પંચાયતના પ્રમુખ, જિલ્લા મોરચાના પ્રમુખો, મહામંત્રીઓ, મંડળ પ્રમુખો અને વિવિધ પ્રભારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

આ બેઠક દરમિયાન પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ ઉપસ્થિત તમામ કાર્યકર્તાઓ સાથે સીધો સંવાદ કર્યો હતો. ઉપરાંત વિવિધ સંગઠનલક્ષી વિષય પર જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આગામી સમયમાં પાર્ટીને વધુ મજબૂત બનાવવા અને સંગઠન શક્તિની મદદથી જનસેવાના કાર્યોને વધુ ગતિશીલ બનાવવાનો સૌએ દ્રઢ સંકલ્પ વ્યક્ત કર્યો હતો.