2 વર્ષથી લીવ-ઇનમાં રહેતા પ્રેમીનો ખૌફનાક ખેલ: શિનોરમાં પ્રેમિકાની તીક્ષ્ણ હથિયારથી હત્યા કરી પ્રેમી ફરાર!

વડોદરાના શિનોર તાલુકાના છાણભોઈ ગામે 2 વર્ષથી લીવ-ઇનમાં રહેતા પ્રેમીએ પ્રેમીકાની તીક્ષ્ણ હથિયાર વડે નિર્મમ હત્યા કરી. પોલીસ તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી. વાં

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sun, 04 Oct 2026 02:34 PM (IST)Updated: Sun, 04 Oct 2026 02:34 PM (IST)
vadodara-shinor-murder-case-chhanbhoi-woman-killed-by-live-in-partner-satish-vasava

Vadodara News: વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના છાણભોઈ ગામે આવેલી નવીનગરી વિસ્તારમાં આજે સવારે એક હૃદયકંપાવનારી ઘટના સામે આવી છે. જેમાં એક વિધવા મહિલાની તેના જ પ્રેમી દ્વારા તીક્ષ્ણ હથિયાર વડે ગળા તેમજ શરીરના ભાગે ઘા ઝીંકી નિર્મમ હત્યા કરી દેવામાં આવી છે. જેથી સમગ્ર પંથકમાં અરેરાટી સાથે ભારે ચકચાર મચી જવા પામી છે.

હત્યા અંગે પોલીસને જાણ કરાઈઈ

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, શિનોર પોલીસ સ્ટેશને સવારે 8:00 થી 8:30 વાગ્યાના અરસામાં ટેલિફોનિક જાણ મળી હતી કે, છાણભોઈ ગામની નવીનગરીમાં એક મહિલા લોહીલુહાણ હાલતમાં મૃત હાલતમાં પડી છે. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ શિનોર પોલીસ સ્ટેશનના પી.આઈ. આર.આર. વસાવાએ તાત્કાલિક વડોદરા રૂરલ ડી.વાય.એસ.પી.ને જાણ કરી હતી. જેના પગલે ડી.વાય.એસ.પી. સહિત પોલીસનો કાફલો તાબડતોબ બનાવ સ્થળે દોડી ગયો હતો.

મહિલા અને આરોપી લિવ-ઈનમાં રહેતા

પોલીસ તપાસમાં મૃતક મહિલાની ઓળખ મનીષાબેન કિરણભાઈ વસાવા તરીકે થઈ હતી. મૃતક મનીષાબેનના પતિનું આશરે 10 વર્ષ પહેલાં અવસાન થયું હતું. તેમને એક પુત્રી અને એક પુત્ર છે, જેમાં પુત્રીના લગ્ન થઈ ગયા છે જ્યારે પુત્ર સોહમ મામાના ઘરે રહેતો હતો. મનીષાબેન નવીનગરી ખાતે એકલા રહેતા હતા. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યા મુજબ, મૃતક મહિલા ગામના જ અન્ય ઈસમ સતીશ વસાવા સાથે છેલ્લા બે વર્ષથી પતિ-પત્નીની જેમ લીવ-ઇનમાં રહેતા હતા.

હત્યા બાદ આરોપી ફરાર થયો

દરમિયાન, કોઈ અગમ્ય કારણોસર પ્રેમી સતીશ વસાવાએ ઉશ્કેરાઈ જઈ મનીષાબેન પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધા હતા અને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. ઘટના અંગે મૃતક મહિલાના પુત્ર સોહમની ફરિયાદના આધારે શિનોર પોલીસે ગુનો નોંધી, મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી ફરાર આરોપી પ્રેમીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.