વડોદરામાં 16 જુલાઈએ જગન્નાથજીની 46મી રથયાત્રા: સમગ્ર રૂટ 'નો-પાર્કિંગ ઝોન' જાહેર, આ વૈકલ્પિક માર્ગનો કરી શકાશે ઉપયોગ

રેલવે સ્ટેશનથી લઈને છેક બરોડા હાઇસ્કૂલ સુધીના નિર્ધારિત કરાયેલા તમામ મુખ્ય માર્ગો અને તેની સાથે જોડાતા આસપાસના રસ્તાઓની બંને બાજુએ તમામ પ્રકારના નાના-મોટા વાહનો માટે સંપૂર્ણ 'નો-પાર્કિંગ ઝોન' અમલી રહેશે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Tue, 14 Jul 2026 12:09 PM (IST)Updated: Tue, 14 Jul 2026 12:09 PM (IST)
vadodara-rath-yatra-2026-check-noparking-zones-and-diversions-police-issue-traffic-advisory

Vadodara Rath Yatra 2026: વડોદરા શહેરમાં આગામી 16 જુલાઈના રોજ ભગવાન જગન્નાથજીની ૪૫મી રથયાત્રા પરંપરાગત હર્ષોલ્લાસ અને ભક્તિસભર માહોલમાં નીકળશે. આ ભવ્ય ધાર્મિક મહોત્સવ દરમિયાન શહેરમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સુચારૂ રીતે જળવાઈ રહે અને વાહનવ્યવહાર ખોરવાય નહીં તે માટે વડોદરાના પોલીસ કમિશનર નરસિમ્હા કોમારે એક ખાસ જાહેરનામું બહાર પાડ્યું છે. આ જાહેરનામા અંતર્ગત રથયાત્રાના સમગ્ર નિર્ધારિત રૂટને 'નો-પાર્કિંગ ઝોન' જાહેર કરવામાં આવ્યો છે અને વાહનોની સુરક્ષિત અવરજવર માટે કેટલાક માર્ગો પર પ્રતિબંધ મૂકીને વૈકલ્પિક ડાયવર્ઝન નક્કી કરાયા છે.

આ રૂટ પરથી પસાર થશે રથયાત્રા

આગામી 16 જુલાઈના રોજ પ્રભુ જગન્નાથજીની આ પરંપરાગત રથયાત્રા રેલવે સ્ટેશનથી ભક્તિભાવપૂર્વક પ્રસ્થાન કરશે. પ્રભુ નગરચર્યાએ નીકળીને એમ.એસ. યુનિવર્સિટી રોડ, કાલાઘોડા સર્કલ, બરોડા ઓટોમોબાઇલ પાસે આવેલા પંચમુખી હનુમાન મંદિર અને આરાધના સિનેમા ત્રણ રસ્તા થઈને આગળ વધશે. ત્યાંથી રથયાત્રા ફુલબારી નાકા, કોઠી ચાર રસ્તા, રાવપુરા રોડ, ટાવર ચાર રસ્તા, જયુબિલીબાગ સર્કલ અને ગાંધી નગરગૃહ તરફ આગળ પ્રસ્થાન કરશે.

ત્યારબાદ પ્રતાપ સિનેમા, લાલકોર્ટ બિલ્ડિંગ, ફાયર બ્રિગેડ ચાર રસ્તા, દાંડીયાબજાર, ખંડેરાવ માર્કેટ અને વીર ભગતસિંહ ચોક થઈને રથયાત્રા મદનઝાંપા રોડ અને પથ્થરગેટ પોલીસ ચોકી પહોંચશે. ત્યાંથી આગળ આઝાદ મેદાન, જયરત્ન બિલ્ડિંગ, કેવડાબાગ, પેલેસ મટન શોપ અને બગીખાના ત્રણ રસ્તા થઈને સાંજે અંદાજે 8.30 વાગ્યે બરોડા હાઇસ્કૂલ ખાતે રથયાત્રા સંપન્ન થશે.

નાના-મોટા વાહનો માટે સંપૂર્ણ 'નો-પાર્કિંગ ઝોન'

પોલીસ કમિશનરના જાહેરનામા અનુસાર, રથયાત્રાના દિવસે બપોરે 1 વાગ્યાથી લઈને રાત્રે 9 વાગ્યા સુધી અથવા તો જ્યાં સુધી રથયાત્રા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ ન થાય ત્યાં સુધી આ વિશેષ ટ્રાફિક નિયંત્રણો અને પ્રતિબંધો સમગ્ર રૂટ પર કડક રીતે અમલમાં રહેશે. આ સમયગાળા દરમિયાન રેલવે સ્ટેશનથી લઈને છેક બરોડા હાઇસ્કૂલ સુધીના નિર્ધારિત કરાયેલા તમામ મુખ્ય માર્ગો અને તેની સાથે જોડાતા આસપાસના રસ્તાઓની બંને બાજુએ તમામ પ્રકારના નાના-મોટા વાહનો માટે સંપૂર્ણ 'નો-પાર્કિંગ ઝોન' અમલી રહેશે.

જો કોઈ પણ વાહન રસ્તા પર બિનવારસી કે નિયમ વિરુદ્ધ પાર્ક કરેલું જણાશે તો પોલીસ તેને તાત્કાલિક ક્રેન દ્વારા ટોઈંગ કરીને કાયદેસરનો દંડ વસૂલશે. પોલીસ તંત્ર દ્વારા વડોદરાના તમામ નાગરિકોને આ નિયમોનું ચુસ્ત પાલન કરવા અને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરી પોલીસને સહકાર આપવા અપીલ કરવામાં આવી છે.

આ વૈકલ્પિક માર્ગનો કરી શકાશે ઉપયોગ

પ્રતિબંધિત રસ્તો વૈકલ્પિક વ્યવસ્થા
પ્રોડકટીવીટી ત્રણ રસ્તાથી અલકાપુરી રોડ થઇ, રેલ્વે સ્ટેશન તરફ જઇ શકાશે નહી. પ્રોડકટીવીટી ત્રણ રસ્તા થી (અલકાપુરી રોડ) રેસકોર્ષ સર્કલ તરફ અથવા BPC રોડ થઇ જે તે તરફ જઇ શકાશે.
અલકાપુરી ગરનાળા,વીરાંજલી સર્કલથી અલકાપુરી નાળા થઇ રેલ્વે સ્ટેશન ઇનગેટ તરફ જઇ શકાશે નહી. અલકાપુરી ગરનાળાથી વીરાંજલી સર્કલથી અલકાપુરી અરૂણોદય સર્કલ થઇ જે તે તરફ જઇ શકાશે.
પંડ્યાબ્રિજથી રેલ્વે સ્ટેશન તરફ જઇ શકાશે નહી. (ST બસ સિવાય) પંડ્યાબ્રિજથી નવાયાર્ડ રોડ તરફ,ફતેગંજ સર્કલ થઇ જે તે તરફ જઇ શકાશે. (ST બસો સેન્ટ્રલ ડેપો સુધી આવી શકશે)
નટરાજ સર્કલથી રેલ્વે સ્ટેશન તરફ જઇ શકાશે નહી. (ST બસ સિવાય) નટરાજ સર્કલથી પ્રોફેસર કામદાર માર્ગ તરફ, રોઝરી સ્કુલ થઇ જે તે તરફ જઇ શકાશે. (ST બસો સેન્ટ્રલ ડેપો સુધી આવી શકશે)
નરહરી સર્કલ થી કાલાઘોડા સર્કલ તરફ જઇ શકાશે નહી. નરહરી સર્કલથી કાશીબા ચિલ્ડ્રન હોસ્પિટલ તરફ, સદર બજાર રોડ તરફ અથવા ફતેગંજ સર્કલ થઇ જે તે તરફ જઇ શકાશે.
પ્રોફેસર કામદાર માર્ગ ત્રણ રસ્તા (કમાટીબાગ રોડ) થી કાલાઘોડા સર્કલ તરફ જઇ શકાશે નહી. પ્રોફેસર કામદાર માર્ગ ત્રણ રસ્તા (કમાટીબાગ રોડ) થી નરહરી સર્કલ થઇ જે તે તરફ જઇ શકાશે.
BSNL ત્રણ રસ્તા થી જેલ રોડ તરફ તેમજ કોઠી ચાર રસ્તા તરફ જઇ શકાશે નહી. BSNL ત્રણ રસ્તા થી મહારાણી નર્સિંગ હોમ ચાર રસ્તા (ક્રોસ વે ચાર રસ્તા) તરફ, રાજમહેલ રોડ થઇ જે તે જઇ શકાશે.
ભીમનાથ ત્રણ રસ્તા (જેલ રોડ)થી બરોડા ઓટો મોબાઇલ થઇ કાલાઘોડા સર્કલ તરફ જઇ શકાશે નહીં. ભીમનાથ ત્રણ રસ્તા(જેલ રોડ)થી સુર્યા પેલેસ ચાર રસ્તા તરફ, જેલ રોડ, રાજમહેલ રોડ થઇ જે તે તરફ શકાશે.
ફુલબારી નાકા ત્રણ રસ્તાથી આરાધના સિનેમા ત્રણ રસ્તા તરફ જઇ શકાશે નહી. ફુલબારી નાકા ત્રણ રસ્તાથી સલાટવાડા ત્રણ રસ્તા, નાગરવાડા ચાર રસ્તા થઇ કારેલીબાગ પોલીસ સ્ટેશન તરફ, બહુચરાજી રોડ થઇ જે તે તરફ જઇ શકાશે.
કોઠી ચાર રસ્તાથી ફુલબારી નાકા ત્રણ રસ્તા તરફ જઇ શકાશે નહી. કોઠી ચાર રસ્તાથી સલાટવાડા રોડ તરફ, કુબેરભવન ત્રણ રસ્તા થઇ જે તે તરફ જઇ શકાશે.
કુબેરભવન ત્રણ રસ્તાથી કોઠી ચાર રસ્તા તરફ જઇ શકાશે નહી. કુબેરભવન ત્રણ રસ્તાથી રેલ્વે હેડ ક્વાર્ટર (BSNL) થી મહારાણી નર્સિંગ હોમ ચાર રસ્તા (ક્રોસ વે ચાર રસ્તા) થઇ જે તે તરફ જઇ શકાશે.
ધ્વનિ હોસ્પિટલ ત્રણ રસ્તાથી રાવપુરા રોડ તરફ જઇ શકાશે નહી. ધ્વનિ હોસ્પિટલ ત્રણ રસ્તાથી કુબેરભવન ત્રણ રસ્તા થી રેલ્વે હેડ ક્વાર્ટર થઇ જે તે તરફ જઇ શકાશે.
ટાવર ચાર રસ્તાથી કોઠી ચાર રસ્તા તરફ જઇ શકાશે નહી. ટાવર ચાર રસ્તાથી નાગરવાડા ચાર રસ્તા તરફ, દાંડીયાબજાર ચાર રસ્તા જઇ જે તે તરફ જઇ શકાશે.
નવરંગ સર્કલ (પૂજા પ્લસ) થી ટાવર ચાર રસ્તા તરફ જઇ શકાશે નહી. નવરંગ સર્કલ (પૂજા પ્લસ) થી રાજધાની હોટલ ત્રણ રસ્તા તરફ તેમજ દાંડીયાબજાર રોડ થઇ જે તે તરફ જઇ શકાશે.
સરદાર મોજડી ત્રણ રસ્તા (નવરંગ રોડ) થી ટાવર ચાર રસ્તા તરફ જઇ શકાશે નહી. સરદાર મોજડી ત્રણ રસ્તા (નવરંગ રોડ) થી રાજધાની હોટલ ત્રણ રસ્તા તરફ તેમજ દાંડીયાબજાર રોડ થઇ જે તે તરફ જઇ શકાશે.
જયુબીલીબાગ સર્કલથી ટાવર ચાર રસ્તા તરફ જઇ શકાશે નહી. જયુબીલીબાગ સર્કલથી ભક્તિ સર્કલ ડાબી બાજુ વળી, કારેલીબાગ પોલીસ સ્ટેશન તરફ અથવા કાલુપુરા રોડથી અડાણીયાપુલ ચાર રસ્તા થઇ જે તે તરફ જઇ શકાશે.
ગાંધી નગરગૃહ સર્કલથી જયુબીલીબાગ સર્કલ તરફ જઇ શકાશે નહી. ગાંધી નગરગૃહથી કલામંદિરના ખાંચામાં અથવા ન્યાય મંદિર, લહેરીપુરા દરવાજા થઇ જે તે તરફ જઇ શકાશે.
પદ્માવતી ત્રિકોણથી ગાંધી નગરગૃહ તરફ જઇ શકાશે નહી. પદ્માવતી ત્રિકોણથી લહેરીપુરા દરવાજા થઇ જે તે તરફ જઇ શકાશે.
દાંડીયાબજાર ચાર રસ્તાથી લાલકોર્ટ તરફ જઇ શકાશે નહી. દાંડીયાબજાર ચાર રસ્તાથી પરતવાળી,મહારાણી નર્સિંગ હોમ ચાર રસ્તા થઇ જે તે તરફ જઇ શકાશે.
મહારાણી નર્સિંગ હોમ ચાર રસ્તાથી દાંડીયાબજાર ચાર રસ્તા તરફ જઇ શકાશે નહી. મહારાણી નર્સિંગ હોમ ચાર રસ્તા થી જેલ રોડ, ભીમનાથ નાકા,સુર્યા પેલેસ ચાર રસ્તા,વલ્લભયોક સર્કલ તરફ અથવા રાજમહેલ રોડ થઇ જે તે તરફ જઇ શકાશે.
ફાયર બ્રિગેડ ચાર રસ્તાથી લાલકોર્ટ તરફ તેમજ મહારાણી કન્યા વિદ્યાલય,સુરસાગર તરફ જઇ શકાશે નહી. ફાયરબ્રિગેડ ચાર રસ્તાથી પરતવાળી દાંડીયાબજાર ચાર રસ્તા,મહારાણી નર્સિંગહોમ ચાર રસ્તા થઇ જે તે તરફ જઇ શકાશે.
પથ્થરગેટ પોલીસ ચોકી ત્રણ રસ્તાથી વીર ભગતસિંહ ચોક તરફ જઇ શકાશે નહી. પથ્થરગેટ પોલીસ ચોકી ત્રણ રસ્તાથી બરાનપુરા, સતકબીર રોડ થઇ જે તે તરફ જઇ શકાશે.
માર્કેટ ચાર રસ્તાથી વીરભગતસિંહ ચોક તરફ તેમજ દાંડીયાબજાર ચાર રસ્તા તરફ જઇ શકાશે નહી. માર્કેટ ચાર રસ્તાથી કિર્તીસ્તંભ થઇ જે તે તરફ જઇ શકાશે.
વેરાઇમાતા ચોકથી માર્કેટ ચાર રસ્તા તરફ જઇ શકાશે નહી. વેરાઇમાતા ચોકથી શિયાબાગ ચાર રસ્તા, કિર્તીસ્તંભ સર્કલ,નહેરુભવન ત્રણ રસ્તા,રાજમહેલ ગેટ થઇ જે તે તરફ જઇ શકાશે.
ખંડેરાવ માર્કેટ,ગુરૂદ્વારા સર્કલ થી મરીમાતાનો ખાંચા તરફ જઇ શકાશે નહી. ખંડેરાવ માર્કેટ,ગુરૂદ્વારા સર્કલ થી વેરાઇમાતા ચોક, શિયાબાગ ચાર રસ્તા , કિર્તીસ્તંભ સર્કલ, નહેરુભવન ત્રણ રસ્તા,રાજમહેલ ગેટ થઇ જે તે તરફ જઇ શકાશે.
નહેરુભવન ત્રણ રસ્તાથી માર્કેટ ચાર રસ્તા તરફ તેમજ બગીખાના ત્રણ રસ્તા તરફ જઇ શકાશે નહી. નહેરુભવન ત્રણ રસ્તાથી કિર્તીસ્તંભ સર્કલ, રાજમહેલ મેઇન ગેટ થઇ જે તે તરફ જઇ શકાશે.
બકરાવાડી, આંબેડકર સર્કલથી વીર ભગત સિંહ ચોક તરફ જઇ શકાશે નહી. બકરાવાડી,આંબેડકર સર્કલથી ડભોઇયા પોલીસ ચોકી થઇ જે તે તરફ જઇ શકાશે
જયસ્લન બિલ્ડીંગ ત્રણ રસ્તાથી વીર ભગત સિંહ ચોક તરફ જઇ શકાશે નહી. જયસ્લન બિલ્ડીંગ ત્રણ રસ્તાથી ગંગોત્રી એપાર્ટમેન્ટ ત્રણ રસ્તા થઇ જે તે તરફ જઇ શકાશે.
ગંગોત્રી એપાર્ટમેન્ટ ત્રણ રસ્તા થી જયસ્લન બિલ્ડીંગ ચાર રસ્તા તરફ જઇ શકાશે નહી. ગંગોત્રી એપાર્ટમેન્ટ ત્રણ રસ્તાથી શક્તિકૃપા સર્કલ તરફ,વિહાર ચાર રસ્તા, શરાફી હોલ થઇ જે તે તરફ જઇ શકાશે.
નવાપુરા,કેવડાબાગ બેઠક મંદિર ત્રણ રસ્તા થી જયસ્લન બિલ્ડીંગ ચાર રસ્તા તરફ જઇ શકાશે નહી. નવાપુરા,કેવડાબાગ બેઠક મંદિર ત્રણ રસ્તાથી પરત વળી,પેલેસ મટનશોપ ત્રણ રસ્તા અથવા નવાપુરા વિસ્તારમાં થઇ જે તે તરફ જઇ શકાશે.
પેલેસ મટનશોપ ત્રણ રસ્તાથી જયસ્લન બિલ્ડીંગ ચાર રસ્તા તરફ જઇ શકાશે નહી. પેલેસ મટનશોપ ત્રણ રસ્તાથી નવાપુરા, શિયાબાગ થઇ જે તે તરફ જઇ શકાશે.
બગીખાના ત્રણ રસ્તા થી જયસ્લન બિલ્ડીંગ ચાર રસ્તા તરફ જઇ શકાશે નહી. બગીખાના ત્રણ રસ્તાથી મોતીબાગ તોપ, નહેરુ ભવન ત્રણ રસ્તા થઇ જે તે તરફ જઇ શકાશે.
મોતીબાગ તોપથી બગીખાના, બરોડા સ્કુલ તરફ જઇ શકાશે નહી. મોતીબાગ તોપ થી લાલબાગ બ્રિજ તરફ, રાજમહેલ રોડ થઇ જે તે તરફ જઇ શકાશે.
ખાસવાડી સ્મશાન ત્રણ રસ્તાથી આરાધના સિનેમા તરફ જઇ શકાશે નહી. ખાસવાડી સ્મશાન ત્રણ રસ્તાથી બહુચરાજી રોડ, નાગરવાડા થઇ જે તે તરફ જઇ શકાશે.
સલાટવાડા ત્રણ રસ્તાથી ફુલબારી નાકા તરફ, કોઠી ચાર રસ્તા તરફ જઇ શકાશે નહી. સલાટવાડા ત્રણ રસ્તાથી પરતવળી,નાગરવાડા ચાર રસ્તા થઇ કારેલીબાગ પોલીસ સ્ટેશન તરફ, બહુચરાજી રોડ થઇ જે તે તરફ જઇ શકાશે.
શારદા મંદિર સ્કુલ ત્રણ રસ્તાથી સલાટવાડા ત્રણ રસ્તા તરફ તેમજ મચ્છીપીઠ તરફ જઇ શકાશે નહી. શારદા મંદિર સ્કુલ ત્રણ રસ્તાથી વોર્ડ નં-૮ ઓફીસ રોડ અથવા બહુચરાજી રોડ તરફ અથવા નાગરવાડા ચાર રસ્તાથી કારેલીબાગ પોલીસ સ્ટેશન તરફ થઇ જે તે તરફ જઇ શકાશે.
નાગરવાડા ચાર રસ્તાથી સલાટવાડા ત્રણ રસ્તા તરફ તેમજ ટાવર ચાર રસ્તા તરફ જઇ શકાશે નહી. નાગરવાડા ચાર રસ્તાથી કારેલીબાગ પોલીસ સ્ટેશન તરફ, બહુચરાજી રોડ થઇ જે તે તરફ જઇ શકાશે.
કારેલીબાગ પોલીસ સ્ટેશન ત્રણ રસ્તાથી નાગરવાડા ચાર રસ્તા/ભક્તિ સર્કલ તરફ જઇ શકાશે નહી. કારેલીબાગ પોલીસ સ્ટેશન ત્રણ રસ્તાથી કાસમઆલા ચાર રસ્તા અથવા ફતેપુરા ચાર રસ્તા થઇ જે તે તરફ જઇ શકાશે નહી.
અડાણીયાપુલ ચાર રસ્તાથી ભક્તિ સર્કલ તરફ જઇ શકાશે નહી. અડાણીયાપુલ ચાર રસ્તાથી ચાંપાનેર દરવાજા તેમજ ફતેપુરા ચાર રસ્તા થઇ જે તે તરફ જઇ શકાશે.
રોકડનાથ પોલીસ ચોકી ચાર રસ્તાથી ભક્તિ સર્કલ તરફ જઇ શકાશે નહી. રોકડનાથ પોલીસ ચોકી ચાર રસ્તાથી ચાંપાનેર દરવાજા થઇ જે તે તરફ જઇ શકાશે.
માંડવી થી લહેરીપુરા દરવાજા તરફ જઇ શકાશે નહી. માંડવીથી ચાંપાનેર દરવાજા, પાણીગેટ દરવાજા, ગેંડીગેટ દરવાજા થઇ જે તે તરફ જઇ શકાશે.
સાધના સિનેમા ત્રણ રસ્તાથી વીરભગતસિંહ ચોક તરફ જઇ શકાશે નહી. સાધના સિનેમા ત્રણ રસ્તાથી પરત વળી,બરાનપુરા, સાંઇબાબા મંદિરથી સંત કબીર રોડ, બરાનપુરા થઇ જે તે તરફ શકાશે.
સુલતાનપુરા ચાર રસ્તા સાધના સિનેમા ત્રણ રસ્તા થઇ વીર ભગતસિંહ ચોક તરફ જઇ શકાશે નહી. સુલતાનપુરા ચાર રસ્તાથી પરત વળી, બરાનપુરા, સાંઇબાબા મંદિરથી સંત કબીર રોડ, બરાનપુરા થઇ જે તે તરફ શકાશે.
બરાનપુરા,સાંઇબાબા મંદિર ત્રણ રસ્તાથી ન્યુ લહેરીપુરા રોડ તરફ, પથ્થરગેટ ચોકી તરફ જઇ શકાશે નહી. બરાનપુરા,સાંઇબાબા મંદિરથી સંત કબીર રોડ,ગેંડીગેટ દરવાજા અથવા બરાનપુરા થઇ જે તે તરફ શકાશે.

શહેરી વિટકોસ બસ તેમજ એસ.ટી.બસો માટે ટ્રાફિક ડાયવર્ઝન

પ્રતિબંધિત રસ્તો વૈકલ્પિક વ્યવસ્થા
કાલાઘોડા સર્કલથી હિરકબાગ થઇ,સેન્ટ્રલ એસ.ટી.ડેપો,વિટકોસ બસ સ્ટેન્ડ તરફ અવર જવર કરી શકાશે નહીં. કાલાઘોડા સર્કલથી નરહરી સર્કલ,ફતેગંજ સર્કલ, પંડ્યા બ્રિજ નીચેથી ડાબી બાજુ વળી, સેન્ટ્રલ એસ.ટી.ડેપો તેમજ વિટકોસ બસ સ્ટેન્ડ સુધી અવર જવર કરી શકાશે