Vadodara Rath Yatra Route 2025: વડોદરા રથયાત્રા 2025 તારીખ, અને સંપૂર્ણ રૂટની જાણકારી

આ વર્ષે અષાઢી બીજ, 27 જૂન 2025ના રોજ, વડોદરામાં ભગવાન જગન્નાથજીની 44મી રથયાત્રા ધામધૂમથી ઉજવાશે. ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રા રથમાં સવાર થઈને ભક્તોને દર્શન આપશે.

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Thu, 26 Jun 2025 09:54 AM (IST)Updated: Thu, 26 Jun 2025 09:54 AM (IST)
vadodara-rath-yatra-2025-route-time-table-date-live-streaming-and-location-full-details
HIGHLIGHTS
  • વડોદરામાં આ વર્ષે ભગવાન જગન્નાથજીની 44મી ભવ્ય રથયાત્રા યોજાશે.
  • આ રથયાત્રા બપોરે 2:30 વાગ્યે વડોદરા રેલવે સ્ટેશનથી શરૂ થશે.
  • આ ભવ્ય રથયાત્રા રાત્રે 8:00 વાગ્યે પોલો ગ્રાઉન્ડ નજીક સમાપ્ત થશે.

Vadodara Rath Yatra Route 2025: આ વર્ષે અષાઢી બીજ, 27 જૂન 2025ના રોજ, વડોદરામાં ભગવાન જગન્નાથજીની 44મી રથયાત્રા ધામધૂમથી ઉજવાશે. ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રા રથમાં સવાર થઈને ભક્તોને દર્શન આપશે. લાખો ભક્તો તેમની શ્રદ્ધા અને ભક્તિ વ્યક્ત કરવા માટે રથયાત્રામાં ભાગ લેશે. ચાલો જાણીએ વડોદરા રથયાત્રા 2025ની તારીખ, સમય અને રૂટ વિશે વિગતવાર માહિતી.

વડોદરા રથયાત્રા 2025: તારીખ અને સમય (Vadodara Rath Yatra 2025 Date and Timings)

વડોદરામાં રથયાત્રાનો આરંભ 27 જૂન 2025ના રોજ બપોરે 2:30 વાગ્યે વડોદરા રેલવે સ્ટેશનથી થશે. ત્યારબાદ યાત્રા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થશે અને રાત્રે 8:00 વાગ્યે પોલો ગ્રાઉન્ડ નજીક સમાપ્ત થશે.

વડોદરા રથયાત્રા રૂટ 2025 (Vadodara Rath Yatra Route 2025)

વડોદરા રેલ્વે સ્ટેશનથી ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીનો રથ શહેરના મુખ્ય વિસ્તારોમાંથી પસાર થશે.

વડોદરા રથયાત્રા 2025 સંપૂર્ણ રૂટ

વડોદરામાં ભગવાન જગન્નાથજીની 44મી રથયાત્રા સયાજીબાગ, કાલાઘોડા સર્કલ, સલાટવાડા, કોઠી ઓફિસ, રાવપુરા મેઈન રોડ, જ્યુબિલી બાગ, પદ્માવતી શોપિંગ સેન્ટર, સુરસાગર, દાંડિયાબજાર, ખંડેરાવ માર્કેટ, લાલ કોર્ટ, ડિસ્ટ્રિક્ટ કોર્ટ, મદનઝાપા રોડ અને કેવડાબાગ થઈને રાત્રે 8 વાગ્યે બરોડા હાઈસ્કૂલ નજીક પૂર્ણ થશે.