લોકસભા ચૂંટણી 2027 નહીં લડવાના નિર્ણય પર અડીખમ કેતન ઈનામદાર, કહ્યું- 'બાકી ઈશ્વરની મરજી'

સાવલી વિધાનસભા મતવિસ્તારના દિવાળી સ્નેહમિલન સંમેલનમાં ધારાસભ્ય કેતન ઈનામદારેે આગામી ચૂંટણી અંગે સંબોધન કર્યું હતું.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Mon, 23 Nov 2026 06:07 PM (IST)Updated: Mon, 23 Nov 2026 06:07 PM (IST)
savli-mla-ketan-inamdar-stand-on-decision-not-to-contest-lok-sabha-elections-2027

Gujarat Lok Sabha Election 2027: વડોદરામાં સ્થાનિક ધારાસભ્ય કેતન ઈનામદારની ઉપસ્થિતિમાં સાવલી વિધાનસભા મતવિસ્તારનું દિવાળી સ્નેહમિલન સંમેલન શિવ પાર્ટી પ્લોટ ખાતે યોજાયું હતું. આ સ્નેહમિલનમાં ભાજપ કાર્યકરો, આગેવાનો અને તાલુકાના નાગરિકોએ હાજરી આપી હતી. આ દરમિયાન MLA કેતન ઈનામદારે આગામી રાજકીય સમીકરણો, પંચાયતની ચૂંટણીઓ અને સાવલીના વિકાસ અંગે મહત્વપૂર્ણ સંબોધન કર્યું હતું.

આ સંમેલનને સંબોધતા ધારાસભ્ય કેતન ઈનામદારેે પોતાના ચૂંટણી ભવિષ્ય અંગે ફરી એકવાર સ્પષ્ટતા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, “2027ની લોકસભા ચૂંટણી હું નથી લડવાનો એ બાબતે હું મારી વાત પર અડીખમ છું, પછી ઈશ્વરની ઈચ્છા.” તેમના આ નિવેદનથી ઉપસ્થિત કાર્યકરો અને સમર્થકોમાં વિવિધ ચર્ચા જાગી હતી, પરંતુ તેમણે પોતાના નિર્ણય પ્રત્યેની મક્કમતા સ્પષ્ટ શબ્દોમાં વ્યક્ત કરી હતી.

આગામી પંચાયતની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ધારાસભ્ય કેતન ઈનામદારે કાર્યકરો અને આગેવાનોને ખાસ શિખામણ આપતા કહ્યું હતું કે, પંચાયતની ચૂંટણી દરમિયાન કોઈપણ પ્રકારના મનભેદઉભા થાય તો કાર્યકરોએ મોટું મન રાખીને ચૂંટણી લડવી જોઈએ. સ્થાનિક કક્ષાનીચૂંટણીઓમાં હરીફાઈ સ્વાભાવિક છે, પરંતુ ચૂંટણીના કારણે ગામની એકતા અને અખંડિતતા ક્યારેય તૂટવી ન જોઈએ, તેવો સ્પષ્ટ સંદેશ તેમણે આપ્યો હતો.

જનતા પ્રત્યેની પોતાની લાગણી વ્યક્ત કરતા ધારાસભ્ય કેતન ઈનામદારે ભાવુક અને દ્રઢ શબ્દોમાં જણાવ્યું હતું કે, “હું જીવું ત્યાં સુધી સરપંચ અને ધારાસભ્ય જેટલું માન-સન્માન તાલુકાની જનતાને અપાવીશ.” તેમણે ઉમેર્યું હતું કે, પદ કે હોદ્દા કરતા લોકોનો વિશ્વાસ અને તેમનું સન્માન સૌથી મહત્વનું છે.

સંમેલનના અંતે વિકાસના મુદ્દે વાત કરતાધારાસભ્ય કેતન ઈનામદારે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, આવનારા દિવસોમાં સૌ કોઈ સાથે મળીને, એકતા અને સંવાદિતા સાથે સાવલી તાલુકાના સર્વાંગી વિકાસ માટે કાર્યરત રહેશે. દિવાળીના પર્વ નિમિત્તે યોજાયેલા આ સ્નેહમિલન સંમેલને કાર્યકરોમાં નવો ઉત્સાહ ભર્યો હતો અને સામાજિક સમરસતાનો સંદેશ આપ્યો હતો.