વડોદરામાં 21થી 30 નવેમ્બર સુધી તબક્કાવાર વીજકાપ! જાણો કયા વિસ્તારમાં ક્યારે વીજળી બંધ રહેશે

વડોદરા શહેરમાં સમારકામ અને નિભાવની કામગીરીને પગલે MGVCL દ્વારા 21 થી 30 નવેમ્બર દરમિયાન ઘણા વિસ્તારોમાં સવારે 4 કલાક વીજકાપ રહેશે. જાણો તારીખ મુજબ સંપૂર્ણ લિસ્ટ.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sat, 21 Nov 2026 09:08 AM (IST)Updated: Sat, 21 Nov 2026 09:08 AM (IST)
vadodara-power-cut-21-to-30-november-mgvcl-maintenance-schedule-area-list

Vadodara Power Cut: વડોદરા શહેરમાં વીજ માળખાના નિભાવ અને સમારકામની કામગીરીના ભાગરૂપે મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ (MGVCL) દ્વારા આગામી દિવસોમાં તબક્કાવાર વીજકાપ જાહેર કરવામાં આવ્યો છે. ગાજરાવાડી 66 કેવી સબસ્ટેશન તેમજ વિવિધ વીજ રેખાઓના સમારકામને કારણે તા. 21 થી 30 નવેમ્બર દરમિયાન વિશ્વામિત્રી વેસ્ટ ડિવિઝન હેઠળના અનેક રહેણાંક અને કોમર્શિયલ વિસ્તારોમાં સવારે 7:00 થી 11:00 વાગ્યા સુધી વીજપુરવઠો બંધ રાખવામાં આવશે. વીજ કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે, સમારકામની કામગીરી નિર્ધારિત સમય કરતાં વહેલી પૂર્ણ થઈ જશે, તો કોઈ પણ પૂર્વ જાણ કર્યા વિના વીજપુરવઠો તાત્કાલિક પુનઃ શરૂ કરી દેવામાં આવશે.

કયા વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાશે

આ તબક્કાવાર વીજકાપની શરૂઆતમાં તા. 22 નવેમ્બરના રોજ અલકાપુરી સબડિવિઝનના કડક બઝાર ફીડર હેઠળ આવતા કડક બજાર, જેતલપુર નાકાથી સયાજીગંજ સ્થિત સરદાર પટેલના પુતળા સુધીનો ભાગ, સુરજ પ્લાઝા, અલંકાર ટાવર, બીબીસી ટાવર અને તેની આસપાસના વિસ્તારોમાં વીજળી ડૂલ રહેશે. ત્યારબાદ તા. 23 નવેમ્બરે વાસણા અને ભાયલી વિસ્તારના નવરચના તથા નેક્સન ફીડર હેઠળના એમ.એન. વીરા બંગલોઝ, વેલકમ-1, 2 અને ૩, આર્મ એરિકા, શ્રીનાથ હાઈટ, શ્રેયસ ફ્લેટ તેમજ શ્રીમય એવેન્યુમાં સવારના સમયે વીજપુરવઠો ખોરવાશે.

25 નવેમ્બરે કયા વિસ્તારો અસરગ્રસ્ત રહેશે

સપ્તાહના મધ્યમાં એટલે કે તા. 25 નવેમ્બરે અકોટા, અટલાદરા, વાસણા, ગોરવા, ગોત્રી, અલકાપુરી અને સયાજીગંજના મધુરા નગરી, પ્રીતિ, હરસિદ્ધિ, સત્યયોગ, વલ્લભનગરી, ઈન્ડિયનપ્લાસ અને ગોર્ડન ફીડર હેઠળ સમારકામ હાથ ધરાશે. જેના કારણે પ્રમુખ ધામ, વેદાંત સોસાયટી, ટ્રી હાઉસ સ્કૂલ, અરેના 84, ITI રોડ, હરિનગર, ઈન્ડિયન પ્લાસ મોલ, દિનેશ મીલ, ગુજરાત કિડની હોસ્પિટલ અને સહકારનગરથી કૈલાસ ધામ સુધીના વિસ્તારો પ્રભાવિત થશે. જ્યારે તા. 26 નવેમ્બરે વાસણા, ફતેગંજ, ભાયલી અને અકોટાના વિપિ, આનંદ નગર, શિળીશ્વર, વૃંદાવન અને ભાથજી ફીડર હેઠળ દર્શનમ સ્પ્લેન્ડોર, પત્રકાર સોસાયટી, નંદાલય સોસાયટી, એચસીજી કેન્સર હોસ્પિટલ, દર્શનમ ગેલેરિયા અને રાણેશ્વર મંદિર આસપાસ વીજકાપ રહેશે.

નાગરિકોને આગોતરું આયોજન કરવા અપીલ

આ ઉપરાંત તા. 27 નવેમ્બરના રોજ ગોરવા, ગોત્રી, લક્ષ્મીપુરા અને અલકાપુરીના સોંગરેલા, લક્ષ્મીપુરા, આશ્રય નગર અને અલકાપુરી ફીડર હેઠળ ગોરવા તળાવ, ગોરવા ગામ, વ્રજવાટીકા, હરિઓમ નગર, સુભાનપુરા પાણીની ટાંકી, ગોત્રી તળાવ, પ્રિયા સિનેમા, અલકાપુરી સોસાયટી અને એમ.કે. હાઈસ્કૂલ વિસ્તારમાં વીજળી બંધ રહેશે. અંતિમ તબક્કામાં તા. 28 અને 29 નવેમ્બરે અટલાદરાના નારાયણ ફીડર હેઠળ શ્રેષ્ઠ બંગલો અને નારાયણ વિલા વિસ્તાર તેમજ અલકાપુરીના સયાજીગંજ ફીડર હેઠળ સૂર્યા પેલેસ, સ્ટોક એક્સચેન્જ, મનુભાઈ ટાવર, રાજશ્રી ટોકીઝ અને ભીમનાથ ખાડો વિસ્તારમાં સવારે ચાર કલાક વીજપુરવઠો બંધ રહેનાર હોવાથી નાગરિકોને આગોતરું આયોજન કરવા જણાવાયું છે.