Vadodara: દર્ભાવતી ગરબા મહોત્સવના આયોજકો એ દાખલો બેસે તેવો નિર્ણય લીધો, તમામ ખેલૈયાઓએ લલાટ પર ફરજીયાત તિલક કરવું પડશે

By: Kishan PrajapatiEdited By: Kishan Prajapati Publish Date: Sat 07 Oct 2023 01:16 PM (IST)Updated: Sat 07 Oct 2023 01:16 PM (IST)
vadodara-organizers-of-darbhavati-garba-mohotsav-have-decided-to-set-a-precedent-all-players-will-have-to-wear-tilak-on-their-foreheads-209645

Vadodara News: વડોદરાના ડભોઇ ખાતે યોજાનાર નવરાત્રી મહોત્સવમાં અનોખી જાહેરાત કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને ખેલૈયાને ફરજીયાત લલાટ પર તિલક કરવાનું રહેશે. મા ગઢભવાની દર્ભાવતી કલ્ચરલ ગુપ દ્વારા આયોજિત ગરબા મહોત્સવના આયોજકોએ સ્પષ્ટ કરી દીધું છે કે, ગરબામાં આવતા તમામ ખેલૈયાઓએ લલાટ પર ફરજીયાત તિલક કરવું પડશે. હિન્દુ સિવાય અન્ય ધર્મના તિલક કરવાનો રીવાજ નથી અને મુસ્લિમ ધર્મ તિલકને હરામ માને છે. ત્યારે દર્ભાવતીના આ ગરબામાં ફક્ત હિન્દુઓને જ પ્રવેશ મળશે.

લાંબા સમયથી હિંદુ ધાર્મિક તહેવાર નવરાત્રીમાં નોન હિન્દુ , એટલે કે મુસ્લિમ ધર્મના લોકો ધાર્મિક તહેવારને મોઝ મસ્તીનો તહેવાર બનાવી દે છે. જેની સામે ફક્ત હિંદુઓને ગરબા મેદાનમાં પ્રવેશ આપવામાં આવે તેવી માંગ ઉઠી છે. જોકે કોર્પોરેટ આયોજકો કમાણીની લ્હાયમાં ધાર્મિક આસ્થાને પણ ભૂલી જાય છે. ત્યારે દર્ભાવતી ગરબા મહોત્સવના આયોજકો એ દાખલો બેસે તેવો નિર્ણય લીધો છે.

મા ગઢભવાની દર્ભાવતી કલ્ચરલ ગ્રુપના પ્રમુખ અને ડભોઇ વિધાનસભા બેઠકના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ જાણવ્યું હતું કે, વર્ષો જૂની પ્રણાલી મુજબ હિન્દુ સંસ્કૃતિમાં તિલક લગાવવાનો અનેરું મહત્વ છે. ભગવાનની ભક્તિ હોય કે કોઈ દેવી દેવતાનો હોમ કે યજ્ઞ હોય તેમાં તિલક લગાવવું ફરજિયાત છે. જેથી નવરાત્રી પણ મા જગદંબાનો એક યજ્ઞ છે. જેને લઇ ગરબે ઘુમનાર યુવતીઓને ટ્રેડિશનલ ડ્રેસ ચણિયાચોરી અને યુવકોને જબ્બો તેમજ ફરજીયાત તિલક કરીને આવવાનો આગ્રહ રાખવો જોઈએ.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.