Vadodara News: વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના એક યુવકની ઘાતકી હત્યા કરવામાં આવી છે. સામાન્ય બોલાચાલીમાં ગુપ્તી જેવા હથિયારો વડે 40 વર્ષીય યુવક પર હુમલો કરી હત્યા કરતા ચકચાર મચી જવા પામી છે. જ્યારે બનાવને પગલે પોલીસે હત્યાનો ગુનો નોંધી હથિયારાની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.
વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં હત્યાનો બનાવ સામે આવ્યો છે. જેમાં 40 વર્ષીય મહેશ સોલંકીની ઘાતકી હત્યા કરવામાં આવતા ભારે ખળભળાટ મચી ગયો છે. સામાન્ય બોલાચાલીમાં કેટલાક અસામાજિક તત્વોએ યુવકની હત્યા કરી નાખી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના લક્ષ્મીપુરા ગામે 40 વર્ષીય મહેશ સોલંકીની હત્યા કરવામાં આવી છે. પાનના ગલ્લા પર સામાન્ય બોલાચાલી થઈ હતી. જે બોલા ચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જેમાં કેટલાક ઈસમોએ ગુપ્તી જેવા હથિયારો વડે મહેશ સોલંકી ઉપર હુમલો કર્યો હતો.
આ હુમલામાં મહેશનું મોત નીપજ્યું હતું બનાવ અંગે પાદરા અને તાલુકા પોલીસે ઘટના સ્થળે પહોંચી મહેશ સોલંકીના મૃતદેહને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પોલીસે બનાવ અંગે હત્યારાઓની ધરપકડની તજવીજ હાથ ધરી છે.
