Vadodara: વડોદરા જિલ્લાના વાઘોડિયામાં પોલીસ કર્મચારીએ અગમ્ય કારણોસર આપઘાત કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં પોલીસ કૉન્સ્ટેબલ યુવકે પોતાના મકાનમાં ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા પ્રકાશ રાઠવા અહીંની રણછોડધામ સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા હતા. આજે પ્રકાશ રાઠવાએ પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ લીધો હતો.
આ પણ વાંચો
આ બાબતની જાણ થતાં વાઘોડિયા પોલીસ મથકનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી. પોલીસને ઘટના સ્થળેથી કોઈ સ્યુસાઈડ નોટ નથી મળી. જેના કારણે પ્રકાશ રાઠવાના આપઘાતનું કારણ જાણી શકાયું નથી. હાલ તો પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ચે.
પોલીસની પ્રાથમિક તપાસમાં પ્રકાશ રાઠવા પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાતા હતા. સહકર્મચારીઓમાં પણ તેઓ પોતાના સારા સ્વભાવ માટે જાણીતા તા. એવામાં તેમના અકાળે અવસાનથી પોલીસ બેડામાં પણ શોકનું મોજું ફરી વળ્યું છે.
