Vadodara News: વડોદરાના પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યાનો મામલો, પોલીસે વધુ બેને ઝડપ્યા, આ પહેલા 6ની કરાઇ હતી ધરપકડ

આરોપીઓ સલમાન ઉર્ફે સોનું હબીબખાન પઠાણ અને મહેબુબ હબીબખાન પઠાણ આજવા ચોકડી પાસે આવતા એસઓજીની ટીમે બને આરોપીઓને ઝડપી પાડ્યા હતા.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Tue, 19 Nov 2024 02:22 PM (IST)Updated: Tue, 19 Nov 2024 02:22 PM (IST)
vadodara-news-two-more-accused-arrested-in-murder-of-former-bjp-corporators-son
HIGHLIGHTS
  • બે દિવસ પહેલા પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યા કરાઈ હતી
  • ફરાર આરોપીઓને ઝડપા 8 ટીમો બનાવવાઈ હતી

Vadodara News: વડોદરાના કારેલીબાગ વિસ્તારના નાગરવાડાના મહેતાવાડીમાં રહેતા ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યા કરવામાં આવી હતી. હત્યાના ગુનામાં ગતરોજ પોલીસે 6 આરોપીની ધરપકડ કરી હતી જયારે અન્ય આરોપી વોન્ટેડ હોય પોલીસે આઠ અલગ અલગ ટીમો બનાવી ફરાર આરોપી ઓને ઝડપી પાડવા કમર કસી હતી. ફરાર આરોપીઓ પૈકીના વધુ બે આરોપીઓને એસઓજી પોલીસની ટીમે ઝડપી પાડી બન્ને આરોપીઓને રાવપુરા પોલીસ મથકમાં સોપવામાં આવ્યા છે.

વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે બે દિવસ પૂર્વે મોડીરાત્રીના ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશ પરમારના પુત્ર તપન પરમારની ચપ્પુના ઉપરછાપરી 5 ઘા મારી આરોપી બાબર ખાન પઠાણ દ્ધારા ઘાતકી હત્યા કરવામાં આવી હતી. જે મામલે પોલીસે મુખ્ય આરોપી બાબર પઠાણ ઉપરાંત પાંચ લોકોની ધરપકડ કરી લીધી હતી અને અન્ય આરોપી ભાગતા ફરતા હોય તેમને ઝડપી પાડવા પોલીસની આઠ વિવિધ ટીમો કામે લાગી હતી.

એસઓજી પોલીસની ટીમના વડોદરા શહેરમાં પેટ્રોલીંગમાં હતી. દરમ્યાન બાતમી મળી હતી કે, પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યાના ગુન્હામાં સંડોવાયેલા આરોપી સલમાન ઉર્ફે સોન પઠાણ અને મહેબુબ હબીબખાન પઠાણ આજવા ચોકડી ખાતે આવનાર છે. જેના આધારે એસઓજી પોલીસની ટીમે બાતમી આધારિત આજવા ચોકડી ખાતે વોચ ગોઠવી હતી.

દરમિયાન હત્યાના ગુનામાં સંડોવાયેલ આરોપીઓ સલમાન ઉર્ફે સોનું હબીબખાન પઠાણ અને મહેબુબ હબીબખાન પઠાણ આજવા ચોકડી પાસે આવતા એસઓજીની ટીમે બને આરોપીઓને દબોચી લીધા હતા. ઝડપાયેલા મહેબુબ હબીબખાન પઠાણ ગુનાઈત ભૂતકાળ ધરાવે છે. તેના વિરુદ્ધ વિવિધ પોલીસ મથકોમાં 15થી વધુ ગુના નોંધાયેલા છે.