Vadodara: વડોદરા શહેરના છાણી રોડ ઉપર રહેતા વિધર્મી યુવક દ્વારા 14 વર્ષની સગીરાને પકડી તેનુ મોઢું દબાવી સગીરા સાથે શારીરિક અડપલા કરતા ચકચાર મચી જવા પામી છે. આ સમગ્ર મામલે સગીરાની માતાએ વિધર્મી યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે.
વડોદરા શહેરના જૂના છાણી રોડ વિસ્તારમાં આવેલ જૈતુનનગરમાં રહેતો અનીશ ઉર્ફે તુફાની યુનુશખાન પઠાણેને 14 વર્ષની સગીર વયની બાળકીને પડીકી લેવા મોકલી હતી. જેવી બાળકી પડીકી લઇને પરત આવી રહી હતી, તે દરમિયાન અનીશ ઉર્ફે તુફાની યુનુશખાન પઠાણે સગીરાનો હાથ પકડી તેને ખેંચીને સગીરાનું મોં દબાવી દીધું હતું અને શારીરિક અડપલા કરવા લાગ્યો હતો.
આ પણ વાંચો
અનીશ ઉર્ફે તુફાની યુનુશખાન પઠાણે સગીરાનું મોં દબાવી શારીરિક અડપલાં કરતા સગીરા ગભરાઈ ગઈ હતી અને અનીશ ઉર્ફે તુફાની યુનુશખાન પઠાણના ચુંગલમાંથી છૂટી ભાગી ગઈ હતી અને ઘરે આવી તેની માતાને અનિશે કરેલ હરકત બાબતે જાણ કરતા સગીરાની માતાએ ફતેગંજ પોલીસ મથકમાં અનીશ પઠાણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી વિરુદ્ધ પોક્સો એક્ટ સહીતની કલમો હેઠળ ગુનો નોંધી નરાધમ અનીશ પઠાણ વિરુદ્ધ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
