Vadodara: વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના મંજુસર ગામે આશાવર્કર પર દુષ્કર્મનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે મંજુસર પોલીસે આશાવર્કરની ફરિયાદના આધારે આરોપીની ધરપકડ માટે તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે.
આ અંગે પીડિતાએ જણાવ્યું કે, મમતા દિવસ નિમિત્તે હું સરકારી દવાખાનામાં ફરજ બજાવતી હતી. આ સમયે તેનો પરિચીત મીત નામનો યુવક આરોગ્ય કેન્દ્રમાં ઘૂસી ગયો હતો. પીડિતા કંઈ સમજે તે પહેલા જ મીતે તેની આંખમાં મરચાની ભૂકી નાંખીને નીચે પાડી દીધી હતી. જે બાદ મીતે પીડિતાને ઢોરમાર મારીને કપડા ફાડી નાંખ્યા હતા અને દુષ્કર્મનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો
ઈજાગ્રસ્ત પીડિતાને સારવાર અર્થે સયાજી હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જ્યાં તેણીએ આરોપીને કડકમાં કડક સજા આપવાની માંગ કરી છે. આ સાથે જ આરોપી પોતાને સોંપી દો, જેથી મારા જેવી જ તેની હાલત કરી શકું તેમ જણાવ્યું છે. આરોપી સાથે અમારો પારીવારીક સબંધ છે. જે પાનના ગલ્લાની આડમાં ગોરખધંધા ચલાવી રહ્યો છે.
