ગરબા રમતી દીકરીઓ માટે આશીર્વાદરૂપ બની વડોદરા પોલીસની 'નવરાત્રિ સુરક્ષા એપ', 9 દિવસમાં 27 હજારથી વધુ ડાઉનલોડ અને 672 એલર્ટ મળ્યા

વડોદરા પોલીસે નવરાત્રિ દરમિયાન મહિલાઓની સુરક્ષા માટે 'નવરાત્રિ સુરક્ષા એપ' લોન્ચ કરી. આ એપને 27,000થી વધુ ડાઉનલોડ્સ મળ્યા અને 600થી વધુ એલર્ટ્સ દ્વારા ખેલૈયાઓને મદદ મળી, જેનાથી મહિલાઓએ નિર્ભય બની ઉત્સવ માણ્યો.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 22 Oct 2026 07:00 PM (IST)Updated: Thu, 22 Oct 2026 07:00 PM (IST)
vadodara-news-rural-police-navratri-suraksha-app-a-huge-success-with-over-27000-downloads-and-600-sos-alerts

Vadodara Police Navratri Suraksha App: રાજ્યભરમાં નવરાત્રિ મહોત્સવ અત્યંત ઉત્સાહ અને ભક્તિભાવપૂર્વક ઉજવવામાં આવે છે. આ લોકપ્રિય તહેવાર દરમિયાન મોડી રાત સુધી ગરબે ઘૂમતા ખેલૈયાઓ, ખાસ કરીને મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે વડોદરા જિલ્લા પોલીસે એક અનન્ય અને સરાહનીય પહેલ કરી હતી. જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં સૌપ્રથમ વાર તૈયાર કરવામાં આવેલી 'નવરાત્રિ સુરક્ષા એપ'ને નાગરિકો તરફથી ભારે પ્રતિસાદ સાંપડ્યો છે.

આ ટેકનોલોજીકલ અભિગમ અંગે વિગતો આપતાં એસ.પી. સુશીલ અગ્રવાલે જણાવ્યું હતું કે, નવરાત્રિ દરમિયાન જ આ વિશેષ હેલ્પ એપના 27,000થી વધુ ડાઉનલોડ્સ નોંધાયા હતા. આ ઉપરાંત, ઈમરજન્સી અને સુરક્ષા માટે મોકલવામાં આવતા 600થી વધુ એલર્ટ્સનો ખેલૈયાઓએ ઉપયોગ કર્યો હતો. રાજ્યના ઇતિહાસમાં કોઈ જિલ્લા પોલીસ દ્વારા નવરાત્રિ પર્વ માટે આ પ્રકારની ડિજિટલ હેલ્પ એપ બનાવવામાં આવી હોય તેવો આ પ્રથમ કિસ્સો છે, જેનું શ્રેય વડોદરા જિલ્લા પોલીસને શિરે જાય છે.

Surat: મોટા વરાછા અને સિંગણપોરમાં ગોડાઉનમાં આગથી અફરાતફરી, કોઈ જાનહાનિ નહીં; ફાયર વિભાગનો કાફલો સ્થળ પર

એપની મુખ્ય વિશેષતાઓમાં ઈમરજન્સી સમયે ત્વરિત મદદ મેળવવા માટે ‘SOS’ એલર્ટની સુવિધા આપવામાં આવી હતી. મોટાભાગના ખેલૈયાઓએ આ ફીચરની ચકાસણી માટે ટેસ્ટિંગ એલર્ટ મોકલ્યા હતા. જોકે, જરૂરિયાતના સમયે આ એપ અત્યંત ઉપયોગી સાબિત થઈ હતી.

ઉદાહરણ તરીકે, પાદરા અને તાલુકા પોલીસ વિસ્તારમાં SOS એલર્ટ દ્વારા મદદ માગવામાં આવી હતી, જેમાં એક ઘટનામાં મોડી રાત્રે એક દીકરીના વાહનમાં પેટ્રોલ પૂરું થઈ જતાં પોલીસે સ્થળ પર પહોંચી મદદ કરી હતી. જ્યારે બીજી ઘટનામાં વાહનને ટક્કર મારી ભાગી ગયેલા ઈસમ સામે તાત્કાલિક સહાય પહોંચાડવામાં આવી હતી.

ગરબા રમતી મહિલાઓ અને યુવતીઓ માટે આ એપ આશીર્વાદરૂપ સાબિત થઈ છે. સુરક્ષાની નક્કર ખાતરી મળતાં મહિલા ખેલૈયાઓએ નિર્ભય બની ઉત્સવ માણ્યો હતો અને વડોદરા જિલ્લા પોલીસની આ સમયસૂચક અને પ્રશંસનીય કામગીરી બદલ આભાર વ્યક્ત કર્યો હતો.