Vadodara: ડેસરમાં લગ્નની લાલચ આપી સગીરા પર દુષ્કર્મ, પ્રેમીએ ઘરની પાછળના વાડામાં લઈ જઈ અનેકવાર શરીરસબંધ બાંધ્યો

ગત 18 સપ્ટેમ્બરે રાતે 11 કલાકે પ્રેમીએ મળવા બોલાવીને સગીરાને ભગાડી ગયો હતો. આ મામલે સગીરાના પરિવારજનોએ યુવક વિરુદ્ધ ડેસર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 26 Sep 2026 06:31 PM (IST)Updated: Sat, 26 Sep 2026 06:31 PM (IST)
vadodara-news-minor-raped-on-pretext-of-marriage-in-desar-case-registered

Vadodara Minor Rape Case: વડોદરા જિલ્લાના ડેસર તાલુકામાં સગીરાને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી અપહરણ કરી જઈ તેની સાથે વારંવાર મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ બનાવ અંગે ભોગ બનનારના પરિવારની ફરિયાદના આધારે ડેસર પોલીસે આરોપી વિરુદ્ધ બળાત્કાર અને અપહરણનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પ્રેમિકાના ઘરની પાછળના વાડામાં મળવા બોલાવી હવસનો શિકાર બનાવી

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, ડેસર તાલુકાના પીપલછઠ ગામમાં રહેતા અજય હરીજન નામના યુવકનો ગત મે માસમાં તાલુકાના અન્ય એક ગામની સગીરા સાથે પરિચય થયો હતો. અજયે સગીરાને પોતાની પ્રેમજાળમાં ફસાવીને લગ્ન કરવાની લાલચ આપીને વિશ્વાસ કેળવ્યો હતો. જે બાદ સગીરાના ઘરની પાછળના વાડામાં મળવા બોલાવીને તેની સાથે વારંવાર શરીર સબંધ બાંધ્યા હતા.

સગીરાને ભગાડીને મરજી વિરુદ્ધ સબંધ બાંધ્યા

ગત 18 સપ્ટેમ્બરે રાતે 11 કલાકે આરોપી અજયે સગીરાને મળવા બોલાવી હતી. સગીરા મળવા પહોંચતા જ પ્રેમી અજય તેને ભગાડીને લઈ ગયો હતો. જ્યાં તેની મરજી વિરુદ્ધ અનેકવાર સબંધ બાંધ્યા હતા.

બીજી તરફ દીકરી અચાનક ઘરેથી ગુમ થઈ જતાં પરિવારજનો ચિંતામાં મૂકાયા હતા અને શોધખોળ આદરી હતી. આ દરમિયાન જાણવા મળ્યું કે, દીકરીને પીપલછઠ ગામનો અજય ભગાડીને લઈ ગયો છે.

આખરે સગીરાના પરિવારે ડેસર પોલીસ મથકમાં અજય હરીજન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે અજય વિરુદ્ધ અપહરણ, દુષ્કર્મ અને પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરીન આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.