Vadodara જિલ્લાનું શાનદાર પ્રદર્શન: સામાન્ય પ્રવાહમાં 88.12% અને વિજ્ઞાન પ્રવાહમાં 83.55% પરિણામ, છાણી અને પાદરા કેન્દ્ર મોખરે રહ્યું

ગુજરાત બોર્ડ (GSEB) દ્વારા જાહેર કરાયેલા ધોરણ-12 ના પરિણામોમાં વડોદરા જિલ્લાએ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો. જિલ્લામાં સામાન્ય પ્રવાહનું પરિણામ 88.12% અને વિજ્ઞાન પ્રવાહનું 83.55% નોંધાયું.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Mon, 04 May 2026 12:44 PM (IST)Updated: Mon, 04 May 2026 12:47 PM (IST)
vadodara-news-gseb-hsc-result-2026-vadodara-district-science-general-stream-toppers-list
HIGHLIGHTS
  • સામાન્ય પ્રવાહનું પરિણામ 92.71% અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 84.33% નોંધાયું
  • રાજ્યમાં સામાન્ય પ્રવાહની પરીક્ષામાં 4,03,362 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે
  • વિજ્ઞાન પ્રવાહમાં રાજ્યના 1.11 લાખ વિદ્યાર્થીઓમાંથી 93,678 પરીક્ષાર્થીઓ ઉત્તીર્ણ

GSEB HSC Result 2026: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સોમવારે ધોરણ-12 સામાન્ય પ્રવાહ, વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટ (GUJCET) ના પરિણામો એકસાથે જાહેર કરવામાં આવ્યા હતા. આ વર્ષે રાજ્યભરમાં વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે, જેમાં સામાન્ય પ્રવાહનું પરિણામ 92.71% અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 84.33% નોંધાયું છે. વડોદરા શહેરમાં વહેલી સવારથી જ વિદ્યાર્થીઓ અને વાલીઓ ઓનલાઈન પરિણામ જોવા માટે શાળાઓમાં ઉમટી પડ્યા હતા અને સફળતાની ખુશી મનાવી હતી.

naidunia_image

સામાન્ય પ્રવાહ: રાજ્યમાં સફળતાનો ઊંચો આંક

સામાન્ય પ્રવાહની પરીક્ષા ફેબ્રુઆરી-માર્ચ દરમિયાન રાજ્યના 535 કેન્દ્રો પર યોજાઈ હતી. જેમાં કુલ 4.35 લાખથી વધુ નિયમિત વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાંથી 4,03,362 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. નોંધનીય છે કે, પુનરાવર્તિત ઉમેદવારોનું પરિણામ 63.02% અને ઓપન સ્કૂલ (GSOS) ના નિયમિત વિદ્યાર્થીઓનું પરિણામ 61.60% આવ્યું છે.

naidunia_image

વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટના આંકડા

વિજ્ઞાન પ્રવાહમાં રાજ્યના 1.11 લાખથી વધુ નિયમિત વિદ્યાર્થીઓમાંથી 93,678 પરીક્ષાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. ગુજકેટમાં પણ સ્પર્ધાત્મક માહોલ જોવા મળ્યો હતો, જેમાં A ગ્રુપમાં 695 અને B ગ્રુપમાં 764 વિદ્યાર્થીઓએ 99થી વધુ પર્સન્ટાઇલ મેળવી એન્જિનિયરિંગ અને મેડિકલ ક્ષેત્રે પ્રવેશ માટે મજબૂત દાવેદારી નોંધાવી છે.

naidunia_image

વડોદરા જિલ્લાના કેન્દ્રવાર પરિણામો

વડોદરા જિલ્લામાં સરેરાશ પરિણામો ખૂબ જ પ્રોત્સાહક રહ્યા છે. ખાસ કરીને મૂકબધિર રાવપુરા કેન્દ્રનું 100% પરિણામ આવતા વિશેષ આનંદની લાગણી જોવા મળી હતી. જિલ્લાના મુખ્ય કેન્દ્રોના પરિણામો નીચે મુજબ છે:

  • છાણી: 91.63% (શહેરમાં પ્રથમ)
  • પાદરા: 92.74% (જિલ્લામાં સૌથી વધુ)
  • વાઘોડિયા: 90.98%
  • શિનોર: 90.21%
  • ફતેગંજ: 90.81%
  • રાવપુરા: 89.79%
  • ⁠અન્ય કેન્દ્રો જેવા કે, માંજલપુર (86.95%), સયાજીગંજ (86.56%) અને અટલાદરા (87.16%) એ પણ સ્થિર દેખાવ કર્યો છે.

શાળા સંકુલમાં મીઠાઈઓ વહેંચીને અને ગરબા ગાઈને વિદ્યાર્થીઓએ પોતાની સફળતાની ઉજવણી કરી હતી. વાલીઓએ પણ આ સફળતાનો શ્રેય બાળકોની સખત મહેનત અને શિક્ષકોના માર્ગદર્શનને આપ્યો હતો.