Vadodara News:પશ્ચિમ રેલવેનો મુસાફરોની સુવિધા માટે મોટો નિર્ણય, પ્રતાપનગર–જોબટ પેસેન્જર ટ્રેન સેવા હવે ડેકાકુંડ સુધી લંબાવાઈ

Vadodara News:પશ્ચિમ રેલવેનો મુસાફરોની સુવિધા માટે મોટો નિર્ણય, પ્રતાપનગર–જોબટ પેસેન્જર ટ્રેન સેવા હવે ડેકાકુંડ સુધી લંબાવાઈ છે, 25મી ઓક્ટોબરે રતલામના સાંસદ અનીતા નાગરસિંહ ચૌહાણ ફ્લેગ ઓફ કરાવી ટ્રેનને રવાના કરશે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sun, 25 Oct 2026 12:02 AM (IST)Updated: Sun, 25 Oct 2026 12:02 AM (IST)
major-decision-by-western-railway-for-passenger-convenience-pratapnagarjobat-passenger-train-service-now-extended-up-to-dekakund

Vadodara News:પશ્ચિમ રેલવેનો મુસાફરોની સુવિધા માટે મોટો નિર્ણય, પ્રતાપનગર–જોબટ પેસેન્જર ટ્રેન સેવા હવે ડેકાકુંડ સુધી લંબાવાઈ છે, 25મી ઓક્ટોબરે રતલામના સાંસદ અનીતા નાગરસિંહ ચૌહાણ ફ્લેગ ઓફ કરાવી ટ્રેનને રવાના કરશે.

સ્થાનિક મુસાફરોની લાંબા સમયની માંગણી અને તેમની સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ, ટ્રેન નંબર 59123/59124 પ્રતાપનગર–જોબટ પેસેન્જર ટ્રેનની સેવાઓને હવે ડેકાકુંડ રેલવે સ્ટેશન સુધી લંબાવવામાં આવી છે. રેલવેના આ નિર્ણયથી સ્થાનિક પ્રવાસીઓને મુસાફરીમાં મોટી રાહત મળશે.

આ ટ્રેન વિસ્તરણના શુભારંભ નિમિત્તે 25 ઑક્ટોબર, 2026ના રોજ ડેકાકુંડ રેલવે સ્ટેશન ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે રતલામના માનનીય સાંસદ શ્રીમતી અનીતા નાગરસિંહ ચૌહાણ દ્વારા, માનનીય ધારાસભ્ય શ્રીમતી સેના મહેશ પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં વિસ્તૃત ટ્રેનને લીલી ઝંડી દર્શાવીને પ્રસ્થાન કરાવવામાં આવશે.

પશ્ચિમ રેલવેના જનસંપર્ક અધિકારી ખેમરાજ મીણા દ્વારા જારી કરવામાં આવેલી યાદી અનુસાર, ટ્રેન નંબર 59123 પ્રતાપનગર–ડેકાકુંડ પેસેન્જર પ્રતાપનગર રેલવે સ્ટેશનથી સવારે 09:05 કલાકે ઉપડશે અને બપોરે 13:25 કલાકે ડેકાકુંડ પહોંચશે. પરત ફરતી વખતે, ટ્રેન નંબર 59124 ડેકાકુંડ–પ્રતાપનગર પેસેન્જર ડેકાકુંડ રેલવે સ્ટેશનથી બપોરે 13:50 કલાકે રવાના થશે અને સાંજે 18:05 કલાકે પ્રતાપનગર પહોંચશે.

તારીખ 25.10.2026થી આ સેવા શરૂ થવાની સાથે જોબટ સ્ટેશન ખાતે ટ્રેનના સમયપત્રકમાં પણ સુધારો કરવામાં આવ્યો છે. ટ્રેન નંબર 59123 પ્રતાપનગર–જોબટ પેસેન્જરનો જોબટ સ્ટેશન પરનો અગાઉનો નિર્ધારિત સમય બપોરે 13:10 કલાકનો હતો, જે હવે બદલાઈને સુધારેલો સમય બપોરે 12:56 થી 12:58 કલાક રહેશે અને ત્યારબાદ ટ્રેન 13:25 કલાકે ડેકાકુંડ પહોંચશે.

તેવી જ રીતે, પરત ફરતી ટ્રેન નંબર 59124 જોબટ–પ્રતાપનગર પેસેન્જર ડેકાકુંડથી બપોરે 13:50 કલાકે ઉપડ્યા બાદ, જોબટ સ્ટેશન પર તેનો સમય અગાઉના 14:05 કલાકના બદલે સુધારીને બપોરે 14:02 થી 14:04 કલાક કરવામાં આવ્યો છે. આ નવા વિસ્તરણથી વિસ્તારના પ્રવાસીઓ અને વેપારીઓને ખુબ અનુકૂળતા રહેશે.