ગંભીરા બ્રિજ પર વાહનોનો ધમધમાટ: ટ્રાફિક સેન્સસમાં 24 કલાકમાં 14,551 ટુ-વ્હીલર થયા પસાર

માર્ગ અને મકાન વિભાગ દ્વારા 2-3 એપ્રિલના રોજ ગંભીરા બ્રિજ પર ટ્રાફિક સેન્સસ કરવામાં આવ્યું હતું.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sun, 05 Apr 2026 11:14 AM (IST)Updated: Sun, 05 Apr 2026 11:14 AM (IST)
vadodara-news-gambhira-bridge-traffic-census-14551-two-wheelers-24-hours

Vadodara News: વડોદરામાં આવેલો ગંભીરા બ્રિજ 9 જુલાઈ 2025ના રોજ તૂટી પડતા મોટી દુર્ઘટના સર્જાઈ હતી. જે બાદ પુલનું રિપેરિંગ કાર્ય હાથ ધરાયું હતું. અને તેના પર લોખંડનું સ્ટ્રક્ચર ફિક્સ કરતાં જ વાહન-વ્યવહાર ફરી શરુ થઈ ગયો છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા 2-3 એપ્રિલના રોજ બ્રિજ પર ટ્રાફિક સેન્સસ કરવામાં આવ્યું હતું.

તંત્રે વાહનચાલકોને અપીલ કરી

પ્રાપ્ત વિગતો મુજબ, ગંભીરા બ્રિજ પર 24 કલાકમાં 14,551 ટુ વ્હીલર વાહનો પસાર થયાં હતાં, જ્યારે 2487 લોકો પગપાળા પસાર થયા. તંત્ર દ્વારા વાહનચાલકોને અપીલ કરવામાં આવી છે કે, તેઓ ગતિ મર્યાદાનું પાલન કરે અને માત્ર દ્વિ-ચક્રી વાહન લઈને પસાર થાય.

સેન્સસમાં કેટલા વાહનો નોંધાયા?

માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક અક્ષય જોશી દ્વારા જણાવ્યા મુજબ, 2-3 એપ્રિલની ગણતરીમાં સવારે 7થી 10 સુધી સૌથી વધુ 3830 બાઇક નોંધાયાં હતાં. સાંજે 5થી 6:30 સુધી ટ્રાફિકનું ભારણ વધવા પામ્યું હતું. હાલ રિયલ ટાઇમ મોનિટરિંગ માટે ડિફ્લેક્શન અને વાઇબ્રેશન ટેસ્ટિંગ સતત ચાલુ રખાયું છે.

‘ટ્રાફિક સેન્સસ’ શું છે?

  • કાર્યપદ્ધતિ: માર્ગ અને મકાન વિભાગ નિશ્ચિત 24 કલાક માટે કર્મચારીઓ તૈનાત કરીને દરેક વાહનની ગણતરી કરે છે.
  • ઉદ્દેશ્ય: ભવિષ્યમાં નવા મજબૂત બ્રિજની ડિઝાઈન અને ક્ષમતા નક્કી
    કરવા માટે આ ડેટા સૌથી મહત્ત્વનો પુરાવો સાબિત થાય છે.
  • સમય મર્યાદા: દિવસના કયા સમયે રસ્તા પર સૌથી વધુ લોડ હોય છે તેનું વિશ્લેષણ કરવામાં આવે છે.