વડોદરામાં મધુ શ્રીવાસ્તવનો દબંગ અંદાજઃ વિરોધીઓને કહ્યું- 'કાલે પ્રવેશબંધીના બેનરો ઉતારી લેજો, નહીંતર કોઈ બચાવવા નહીં આવે'

હું ભ્રષ્ટાચાર કરીને નેતા નથી બન્યો. મારી પાસે 250 વીઘા જમીન હતી, જેને મેં રાજકારણમાં સેવાના કામ માટે વેચી મારી. હાલ મારી પાસે માત્ર 35 વીઘા જ જમીન બચી છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 16 Apr 2026 10:01 PM (IST)Updated: Thu, 16 Apr 2026 10:01 PM (IST)
vadodara-news-former-waghodia-mla-madhu-srivastav-warns-rivals-in-congress-campaign
HIGHLIGHTS
  • જેઓ ચણા-મમરા ખાઈને સૂઈ રહેતા હતા તેવા ભિખારીઓ નેતા બનીને માલદાર થઈ ગયા

Vadodara: વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય અને હંમેશા પોતાના દબંગ અંદાજ માટે જાણીતા મધુ શ્રીવાસ્તવ ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે.

વડોદરાના વોર્ડ નંબર 15માં કોંગ્રેસના ઉમેદવારોના પ્રચાર અર્થે પહોંચેલા મધુ શ્રીવાસ્તવે જાહેર મંચ પરથી વિરોધીઓને આકરા શબ્દોમાં લલકારીને રાજકીય ગરમાવો લાવી દીધો છે. પ્રચાર દરમિયાન કોંગ્રેસના પોસ્ટર ફાડવાની અને સોસાયટીઓમાં પ્રવેશબંધીના બેનરો મારવાની ઘટના સામે તેમણે ગર્ભિત ચીમકી ઉચ્ચારી છે.

Rajkot Municipal Election 2026: 'સ્માર્ટ સિટીથી મેટ્રો ટ્રેન સુધીની સફર'- રાજકોટ ભાજપનો ચૂંટણી સંકલ્પ પત્ર જાહેર

તને જીતાડ્યો પણ મેં છે અને હરાવ્યો પણ મેં છે: મધુ શ્રીવાસ્તવ

સ્થાનિક નેતાઓ પર પ્રહાર કરતા મધુ શ્રીવાસ્તવે જણાવ્યું કે, "અહીંના નેતાઓ કહે છે કે આ મારો ગઢ છે. શેનો ગઢ ભાઈ? તને જીતાડ્યો પણ મેં છે અને હરાવ્યો પણ મેં છે. તારા કરતાં તો મારા દીકરાના 2500 વોટ વધારે નીકળ્યા હતા.

તેમણે ખુલ્લી ચેતવણી આપતા ઉમેર્યું કે, જેણે પણ સોસાયટીમાં પ્રવેશબંધીના બેનરો લગાવ્યા હોય તે કાલે ઉતારી લેજો, નહીંતર તમારી હાલત ખરાબ થશે અને કોઈ બચાવવા નહીં આવે.

વર્તમાન શાસન પર ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કરતા મધુ શ્રીવાસ્તવે જણાવ્યું કે, આ સરકારમાં ભ્રષ્ટાચાર સીમા વટાવી ગયો છે. મામલતદાર કચેરીમાં દાખલો લેવા જવું હોય તો પણ રૂપિયા આપવા પડે છે. જે લોકો ગઈકાલે ચણા-મમરા ખાઈને સૂઈ રહેતા હતા, તેવા ભિખારીઓ આજે નેતા બનીને માલદાર થઈ ગયા છે. આ લોકોએ માત્ર સ્કૂલો બનાવીને ચીટિંગ કરવાનું અને પેટ્રોલ પંપો બનાવવાનું જ કામ કર્યું છે.