Vadodara: ડેસરમાં પિતાએ 13 વર્ષની પુત્રી પર દુષ્કર્મ આચર્યું, ઝઘડા બાદ પત્ની સબંધીના ઘરે જતાં દીકરીનો દેહ ચુંથ્યો

મોડી રાતે પત્ની ઘરે પરત ફરી ત્યારે દરવાજા આડે રાખેલો ખાટલો અને પડતો હટાવીને જોતા પતિ પુત્રીના મોંઢામાં કપડાનો ડૂચો મારીને દુષ્કર્મ આચરી રહ્યો હતો.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 30 Jun 2026 05:04 PM (IST)Updated: Tue, 30 Jun 2026 05:04 PM (IST)
vadodara-news-father-rape-on-daughter-in-desar-police-file-fir
HIGHLIGHTS
  • ભાઈ સૂઈ ગયા બાદ હેવાન બનેલા પિતાએ બહેનને જમીન પર પટકીને હવસનો શિકાર બનાવી


Vadodara: વડોદરા જિલ્લાના ડેસર તાલુકામાં પિતા-પુત્રીના પવિત્ર સબંધને કલંકિત કરતી ઘટના સામે આવી છે. જેમાં નરાધમ પિતાએ પોતાની 13 વર્ષની સગીર પુત્રીને હવસનો શિકાર બનાવી છે. આ મામલે પીડિતાની માતાએ ડેસર પોલીસ સ્ટેશનમાં પોતાના જ પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.

ઝઘડો થતાં પત્ની સબંધીના ઘરે ગઈ, ત્યારે પિતાએ સગીર પુત્રીને પીંખી નાંખી

ગત 28 જૂનના રોજ સાંજે કપડાં લેવા બાબતે આરોપી પિતા અરવિંદસિંહ સામતસિંહ સોલંકી અને તેની પત્ની વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ઝઘડો વધતા પત્ની ઘરની નજીક જ રહેતા સંબંધીના ઘરે જતી રહી હતી, જેના કારણે ઘરે માત્ર 13 વર્ષની સગીર પુત્રી અને 10 વર્ષનો નાનો પુત્ર એકલા હતા. 

રાત્રે આશરે 12 વાગ્યાની આસપાસ જ્યારે માતા ઘરે પરત ફરી, ત્યારે તેણે ઘરનો દરવાજો અંદરથી બંધ હોવાનું જોયું. આડો રાખેલો ખાટલો અને પડદો હટાવીને અંદર જોતા જ માતાના હોશ ઊડી ગયા હતા. આરોપી પિતા પોતાની સગીર દીકરી પર દુષ્કર્મ ગુજારી રહ્યો હતો અને દીકરી બૂમ ન પાડી શકે તે માટે તેના મોઢામાં કપડાંનો ડૂચો મારી દીધો હતો. પત્નીને જોઈને આરોપી પિતા તાત્કાલિક ત્યાંથી નાસી છૂટ્યો હતો.

આ ઘટના બાદ માતાએ દીકરીને હિંમત આપી અને પૂછપરછ કરતા પીડિતાએ રડતાં-રડતાં જણાવ્યું કે, ભાઈના સૂઈ ગયા બાદ પિતાએ તેને પકડીને જમીન પર પાડી દીધી હતી અને મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યો હતો. પોતાની સાથે થયેલા આ અમાનવીય અત્યાચાર અંગે પુત્રીએ માતાને સમગ્ર સત્ય જણાવ્યું હતું.

આ ગંભીર અને શરમજનક ઘટના અંગે પીડિતાની માતાએ ડેસર પોલીસ સ્ટેશનમાં આરોપી પતિ અરવિંદસિંહ સામતસિંહ સોલંકી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. હાલ ડેસર પોલીસ ઇન્સ્પેક્ટર કે.સી. પટેલ આ કેસની તપાસ કરી રહ્યા છે. પોલીસે પીડિતાનું તબીબી પરીક્ષણ કરાવવાની તજવીજ હાથ ધરી છે. આ સાથે જ ફરાર આરોપી પિતાને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. આ જઘન્ય અપરાધે સમગ્ર વિસ્તારમાં ભારે રોષ અને આક્રોશની લાગણી જન્માવી છે.