Vadodara: નારેશ્વર રોડ પર વેટમિક્સ પાથરતી વખતે વીજ કરંટથી ડમ્પર ભડભડ સળગી ઉઠ્યું, ડ્રાઈવર જીવતો ભૂંજાયો

રોડ પર વેટમિક્સ પાથરવા માટે ડમ્પરને ઊંચુ કર્યુ, ત્યારે જ ઉપરથી પસાર થતા જીવંત વાયરના સંપર્કમાં આવતા ડમ્પરમાં વીજ કરંટ ઉતર્યો. ડ્રાઈવર બહાર નીકળે તે પહેલા ડમ્પરમાં આગ

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Fri 02 Jan 2026 10:59 PM (IST)Updated: Fri 02 Jan 2026 10:59 PM (IST)
vadodara-news-dumpe-driver-burn-to-death-due-to-electric-shock-667039
HIGHLIGHTS
  • ઝાલોદ-નારેશ્વર રોડ પર રોડ બનાવવાનું કામ ચાલી રહ્યું છે
  • ડેસરના વચ્છેસર ગામના યુવકનો ભોગ લેવાયો

Vadodara: વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના માલોદ–નારેશ્વર રોડ ઉપર રોડ મરામત કામગીરી દરમિયાન અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં રોડ ઉપર વેટમિકસ પાથરવાની કામગીરી દરમિયાન વીજ કરંટ પસાર થતાં ડમ્પર સળગી ઉઠ્યું હતુ. આ દુર્ઘટનામાં ડમ્પરનો ડ્રાઈવર જીવતો ભૂંજાઈ ગયો છે.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, ઝાલોદ–નારેશ્વર રોડ ઉપર મરામતનું કામ ચાલી રહ્યું છે. આ કામગીરી માટે ડેસર તાલુકાના વચ્છેસર ગામે રહેતા દિગ્વિજયસિંહ વિક્રમસિંહ ચૌહાણ (28) ડમ્પરમાં વેટમિકસ ભરી માલોદ–નારેશ્વર રોડ પર ફાટક નજીક પહોંચ્યા હતા. રોડ ઉપર વેટમિકસ પાથરવા માટે ડમ્પરને ઉંચું કરતા જ ડમ્પર ઉપરથી પસાર થતા જીવંત વીજ વાયરના સંપર્કમાં આવી ગયું હતું. જેના પરિણામે ડમ્પરમાં વીજ કરંટ ફેલાઈ ગયો અને ક્ષણભરમાં આગ લાગી ગઈ હતી.

ડમ્પરમાં કરંટ ફેલાતા ચાલક દિગ્વિજયસિંહ નીચે ઉતરવાનો પ્રયાસ કરે તે પહેલા જ તેમેને ગંભીર રીતે વીજ કરંટ લાગ્યો હતો. ભારે કરંટના કારણે તેનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. ડમ્પરમાં આગ લાગતા રોડ પર અફરાતફરી મચી ગઈ હતી અને વાહન વ્યવહાર થંભી ગયો હતો.

આ ઘટનાની જાણ થતાં કરજણ ફાયર બ્રિગેડના લાશ્કરો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ભારે મહેનત બાદ ડમ્પરમાં લાગેલી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આ મામલે કરજણ પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી.

વડોદરાના દાંડિયા બજારમાં કાચવાળી દોરીના જંગી જથ્થા સાથે એકની ધરપકડ
વડોદરા LCBની ટીમે બાતમીના આધારે દાંડિયા બજાર સ્થિત ‘અનિલ માંજા વાલા’ નામની દુકાનમાં દરોડો પાડ્યો હતો. જ્યાં વધું પડતો કાચ ચડાવેલી દોરીનો જંગી જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ સાથે જ દુકાનદાર તુષાર સાવંતની અટકાયત કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.