'મારી દીકરીને જેલમાં બેસાડી દો..!' અંકલેશ્વરની યુવતી જીવન ટૂંકાવવા વિશ્વામિત્રી રેલવે સ્ટેશને પહોંચી, 'અભયમ' ટીમે સમયસર જીવ બચાવ્યો

વડોદરાના વિશ્વામિત્રી રેલવે સ્ટેશન પર આત્મહત્યા કરવા પહોંચેલી અંકલેશ્વરની યુવતીને અભયમ ટીમે બચાવી લીધી. પારિવારિક ઝઘડા અને માનસિક તણાવને કારણે તેણે આ પગલું ભર્યું હતું, જેને પગલે તેને સખી વન સ્ટોપ સેન્ટરમાં આશ્રય અપાયો.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 10 Sep 2026 05:25 PM (IST)Updated: Thu, 10 Sep 2026 05:25 PM (IST)
vadodara-news-ankleshwar-girl-saved-from-suicide-at-vishwamitri-railway-station-by-abhayam-team
domestic violence 181 abhayam

પ્રશાંત ગજ્જર, Vadodara News: વડોદરા શહેરના વિશ્વામિત્રી રેલવે સ્ટેશન વિસ્તારમાં માનસિક તણાવથી કંટાળીને આત્મહત્યા કરવાના ઈરાદે પહોંચેલી ૨૫ વર્ષીય યુવતીને 'અભયમ' હેલ્પલાઇન ની ટીમે સમયસર સમજાવટ આપીને સુરક્ષિત બચાવી લીધી હતી. કૌટુંબિક અશાંતિ અને માતા-પિતા વચ્ચેના સતત ઝઘડાના કારણે આ યુવતી અત્યંત ગંભીર માનસિક દબાણ હેઠળ આવી ગઈ હતી.

મળતી માહિતી મુજબ, આ યુવતી મૂળ અંકલેશ્વરની રહેવાસી છે અને તેણે હોમ સાયન્સનો અભ્યાસ કર્યો છે. તેને ડિપ્રેશનની બિમારી હોવાથી તે નિયમિત દવા લે છે. તાજેતરમાં તે અંકલેશ્વરથી તેના પિતા સાથે કામ અર્થે સુરત ગઈ હતી. ઘરે પરત ફર્યા બાદ માતા-પિતા વચ્ચે અવારનવાર થતા ઝઘડા અને કજીયાથી તેનું માનસિક સ્વાસ્થ્ય જોખમાયું હતું.

Samudrik Shastra: ઉપર કે નીચે..? હોઠ પર કઈ જગ્યાએ તલ હોય, તો તે અપાર ધન અને લક્ઝરી લાઈફનો સંકેત આપે છે

પિતા દ્વારા વારંવાર અપશબ્દો બોલીને ઘરમાંથી કાઢી મૂકવાની ધમકીઓ અપાતી હોવાથી તે નિરાશામાં સરી પડી હતી. આ માનસિક સંતાપથી કંટાળીને તેણે માતા પાસેથી રૂપિયા 200 લીધા હતા અને ટ્રેનમાં બેસીને વડોદરા પહોંચી ગઈ હતી.

રાત્રિના આશરે બારેક વાગ્યાના સુમારે વિશ્વામિત્રી રેલવે સ્ટેશન નજીક આવેલા એક સોસાયટીના નાકે યુવતીને એકલા અને ગભરાયેલી હાલતમાં બેઠેલી જોઈને સ્થાનિક નાગરિકોને શંકા ગઈ હતી. લોકોએ તેની પૂછપરછ કરતાં તેણે પોતે આત્મહત્યા કરવા માટે આવી હોવાનું કબૂલ્યું હતું. જેથી જાગૃત નાગરિકોએ તાત્કાલિક મહિલા સુરક્ષા માટેની 181 અભયમ હેલ્પલાઇનનો સંપર્ક સાધ્યો હતો.

માહિતી મળતા જ અભયમ રેસ્ક્યુ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. કાઉન્સિલર દ્વારા યુવતીનું સઘન કાઉન્સિલિંગ કરવામાં આવ્યું હતું, જેમાં તેના પારિવારિક પ્રશ્નો અને માનસિક સ્થિતિની વિગતો બહાર આવી હતી. અભયમ ટીમે પ્રેમપૂર્વક સમજાવટ આપીને યુવતીના મનમાંથી નકારાત્મક વિચારો દૂર કર્યા હતા. ત્યારબાદ તેના પરિવારજનોનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

જ્યારે અભયમ ટીમે યુવતીના પિતા સાથે ફોન પર વાત કરી, ત્યારે તેમણે અત્યંત જવાબદારી વિનાનું વલણ દાખવીને 'તમે દીકરીને પોલીસ સ્ટેશન કે જેલમાં બેસાડી દો' તેમ કહીને ફોન કાપી નાખ્યો હતો. જો કે ટીમે વધુ પ્રયાસ કરીને યુવતીની મોટી બહેનનો સંપર્ક કર્યો હતો. હાલ બહેન પંજાબમાં રહેતી હોવાથી વડોદરા પહોંચવામાં સમય લાગશે તેમ જણાવ્યું હતું, પરંતુ તેમણે અભયમ ટીમનો આભાર માનીને ટૂંક સમયમાં વડોદરા આવીને બહેનને પોતાની સાથે લઈ જવાની ખાતરી આપી હતી.

રાત્રિનો સમય હોવાને કારણે યુવતીની સુરક્ષાને સર્વોપરી ગણીને અભયમ ટીમે તેને વડોદરા ખાતે આવેલા 'સખી વન સ્ટોપ સેન્ટર'માં સુરક્ષિત આશ્રય અપાવ્યો હતો. સમયસર મળેલી મદદ અને માનસિક ટેકાના કારણે એક યુવતીનો અમૂલ્ય જીવ બચી ગયો હતો.