Vadodara: વડોદરા-હાલોલ રોડ પર જરોદ પાસે 4 વાહનો વચ્ચે ગમખ્વાર અકસ્માત, રોડ ક્રોસ કરતાં દંપતીનું મોત

જરોદ ત્રણ રસ્તા પાસે વહેલી સવારે 4 વાહનો વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો.

By: Kishan PrajapatiEdited By: Kishan Prajapati Publish Date: Sat 03 Aug 2024 11:54 AM (IST)Updated: Sat 03 Aug 2024 11:54 AM (IST)
vadodara-news-accident-between-4-vehicles-near-jarod-on-vadodara-halol-road-2-people-death-373684

Vadodara Accident News: વડોદરા-હાલોલ રોડ પર જરોદ પોલીસ મથકની હદમાં આવેલ જરોદ ત્રણ રસ્તા પાસે વહેલી સવારે 4 વાહનો વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં રોડ કૉસ કરી રહેલા જરોદ ગામના દંપતીનું ગાડીઓ વચ્ચે ચગદાઈ જતા ઘટના સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. જ્યારે આ અકસ્માતના પગલે હાઇવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો

આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરા હાલોલ રોડ પર વહેલી સવારે ચાર ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં હેવી લોડર ટ્રક, પાણીનું ટેન્કર, રિક્ષા, અને ઈક્કો કાર એક બીજાની પાછળ ધડાકાભેર અથડાઈ હતી. જેમાં ઈક્કો કારનો કચ્ચરધાણ નીકળી ગયો હતો અને આ અકસ્માતમાં જરોદ ત્રણ રસ્તા પાસે રોડ ક્રોસ કરી રહેલ દંપતીનું બે વાહનો વચ્ચે ચગદાઈ જવાથી ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું.

જ્યારે બે વ્યક્તિ કારમાં ફસાઈ જતા વડોદરા ફાયર વિભાગના ફાયર લાશ્કરો દ્ધારા ઘટના સ્થળે પહોંચી રેસ્ક્યુ કરી તેમને બહાર કાઢવામાં આવ્યા હતા. અકસ્માત અંગેની જાણ કરવામાં આવતા 108 એમ્બ્યુલન્સની ટીમો ઘટના સ્થળે દોડી આવી હતી. આ સાથે જરોદ પોલીસ અકસ્માતની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ટ્રાફિક હળવો કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.