વડોદરામાં રાત્રે ગરબા ગ્રાઉન્ડ જવું હવે બનશે સરળ: જાણો આ 14 રૂટ પર દોડશે નવી ઈ-બસો

વડોદરામાં નવરાત્રિમાં ખેલૈયાઓ અને દર્શકો માટે 30 નવી PM ઈ-બસો 14 નવા રૂટ પર શરૂ કરાઈ છે. જાણો આ રુટ્સ પર દોડશે બસો

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Thu, 15 Oct 2026 09:58 AM (IST)Updated: Thu, 15 Oct 2026 09:58 AM (IST)
vadodara-navratri-special-pm-e-bus-service-14-routes-garba-grounds
AI Generated image

Vadodara e-Bus Service: વડોદરા શહેરમાં નવરાત્રિમાં ખૈલેયાઓ અને નાગરિકોને અગવડ ન પડે અને જાહેર પરિવહન સુચારુપણે ચાલે તે માટે 30 ઇ બસોની ફાળવણી કરવામાં આવી હતી. આ 30 નવી ઈ બસો બુધવારથી જ શહેરના નિર્ધારિત 14 નવા રુટો પર દોડતી થતાં હવે શહેન મોટા ગરબા ગ્રાઉન્ડ સુધી દર્શકો અને ખૈલેયાઓ સરળતાથી જઈ શકશે.

ગરબા રમીને પરત ફરતાં ખેલૈયાઓને ઘણી મુ્શ્કેલી અનુભવાતી હતી. આ નવી ઇ-બસો 14 રુટો પર દોડતી થતાં LVP, યુનાઈટેડ વે અને વીએનએફ ગરબા ગ્રાઉન્ડ સુધી જવા માટે ખેલૈયાઓને સરળતા રહેશે. જે કોયલી, દેણા, પીલોલ જેવા રુટ્સ પર દોડશે.

14 રુટ્સ પર દોડશે 30 નવી બસો

જ્યારે પોલીસ કમિશનર દ્વારા જારી કરેલા ભારે વાહનોના જાહેરનામા પ્રમાણે, જે સ્થળ પર જાહેરનામું લાગું હોય તે સ્થળે નજીક પેસેન્જરને ઉતારી દેવાશે. અને નજીકના સ્ટેશનથી મુસાફરો ઈ બસ સેવા દ્વારા પોતાની નિર્ધારિત જગ્યાએ પહોંચી શકશે.

પીએમ ઈ બસ સેવા હેઠળ વડોદરા શહેરને 250 બસો ફાળવાઈ છે. જેમાં પ્રથમ તબક્કે 130, બીજા તબક્કે 120 ઇ બસો ફાળવાઈ છે. હાલ જે 30 બસો શહેરને ફાળવાઈ છે. તે નવા 14 રુટો પર 14 ઓક્ટોબરથી દોડતી થઈ હતી. આ સુવિધાથી શહેરીજનોને મોટી સુવિધા મળી રહેશે.

ગરબા ખેલૈયાઓને મોટી રાહત

શહેરમાં દોડતી 6 બસો 3 ગરબા ગ્રાઉન્ડ સુધી જઈને ખૈલેયાઓ અને દર્શકોને છોડી દેશે. આ હાલ વડોદરામાં ગરબાનો માહોલ જામી રહ્યો છે. તેથી રિક્ષાચાલકો અને ખાનગી ટેક્સી સેવાના ભાવોથી લોકોને ઘણો આર્થિક માર પડે છે. આ નવી પીએમ ઈ બસ સેવાથી લોકો વ્યાજબી ભાવે આરામથી અને સરળતાથી ગરબા ગ્રાઉન્ડ સુધી પહોંચી શકશે. ઉપરાંત મનપા દ્વારા સ્પેશિયલ બસ સેવાનો લાભ લેવા ખાસ અનુરોધ કરાયો છે.

14 રુટ્સ પર દોડશે ઈ બસો

 
રૂટ  માર્ગમાં આવતા મુખ્ય સ્થળો
સ્ટેશન - કપુરાઈ ચોકડી
કીર્તિસ્તંભ, ખંડેરાવ માર્કેટ, જય રત્ન ચાર રસ્તા, પ્રતાપનગર, શ્રેણિક સ્કૂલ, સોમા તળાવ
સ્ટેશન - ગુજરાત પબ્લિક સ્કૂલ
કીર્તિસ્તંભ, માંજલપુર, દરબાર ચોકડી, બિસ્કોલી સર્કલ
ગોત્રી - પાણીગેટ ટાંકી
હાઈટેન્શન રોડ, ઇલોરા પાર્ક, અમિતનગર, વારસિયા રિંગ રોડ
ગોત્રી - દુમાડ
સમતા, ગોરવા, પંચવટી, મધુનગર, GSFC
સ્ટેશન - મકરપુરા એરફોર્સ પ્રી સ્કૂલ
માંડવી, ચોખંડી, પ્રતાપનગર, સુશેન
સ્ટેશન - મકરપુરા રેલવે સ્ટેશન
માંડવી, ચોખંડી, પ્રતાપનગર, સુશેન, એરફોર્સ
ગોત્રી - માણેજા
નિલાંબર સર્કલ, સનફાર્મા રોડ, બિસ્કોલી સર્કલ, વડસર, માણેજા
સ્ટેશન - APMC માર્કેટ
નાગરવાડા, સંગમ, એરપોર્ટ, ગોલ્ડન ચોકડી
સ્ટેશન - દરજીપુરા RTO
નાગરવાડા, સંગમ, એરપોર્ટ, ગોલ્ડન ચોકડી
દુમાડ ચોકડી - જાંબુઆ બાયપાસ
દુમાડ ચોકડી, આજવા ચોકડી, કપુરાઈ ચોકડી
રિંગરોડ સરક્યુલર રુટ
ફતેગંજ, એરપોર્ટ સર્કલ, સોમા તળાવ, તરસાલી, સુશેન, બિસ્કોલી સર્કલ, અક્ષર ચોક, ગેંડા સર્કલ
સ્ટેશન - પીલોલ
માંડવી, સંગમ ચાર રસ્તા, એરપોર્ટ
સ્ટેશન - દેણા
એમએસયુ હેડ ઓફિસ, સમા, સમાં લિંક રોડ
સ્ટેશન - કોયલી
ગોરવા, ઉંડેરા, કોયલી