Vadodara Navratri 2026: વડોદરાના ઐતિહાસિક ગાયકવાડી બહુચર માતા મંદિરે પ્રથમ નોરતે ભક્તોનો ધસારો

પ્રથમ નોરતા નિમિત્તે માતાજીના દરબારને દિવ્ય રોશની અને ફૂલોના હારથી ભવ્ય રીતે શણગારવામાં આવ્યો છે. મંદિરે વહેલી સવારથી ભક્તો ઉમટી રહ્યાં છે અને માતાજીના ચરણોમાં શીશ ઝુકાવી માતાજીના આશિર્વાદ મેળવી રહ્યાં છે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Sun, 11 Oct 2026 12:25 PM (IST)Updated: Sun, 11 Oct 2026 12:25 PM (IST)
vadodara-navratri-2026-devotee-comming-at-bahuchar-mata-temple-on-first-navratri

Vadodara News: ગુજરાતની પ્રાચીન સંસ્કૃતિ અને શક્તિની ઉપાસનાના પર્વ નવરાત્રિના મંગલ પ્રારંભે સંસ્કારી નગરી વડોદરાના ખૂણે-ખૂણે ભક્તિનો અલૌકિક માહોલ છવાઈ ગયો હતો. નવરાત્રિના પહેલા જ દિવસે શહેરના હાર્દસમા કારેલીબાગ વિસ્તારમાં આવેલા સુપ્રસિદ્ધ અને ઐતિહાસિક ગાયકવાડી બહુચર માતાના મંદિરે ભક્તો ધસારો જોવા મળી રહ્યો છે. વહેલી પરોઢથી જ માં જગદંબાના પવિત્ર દર્શન માટે શ્રદ્ધાળુઓની લાંબી અને શિસ્તબદ્ધ કતારો જોવા મળી હતી. આખોય વિસ્તાર "જય બહુચર" અને "જય અંબે"ના નારાઓથી ગુંજી ઉઠ્યો છે.

પ્રથમ નોરતા નિમિત્તે માતાજીના દરબારને દિવ્ય રોશની અને ફૂલોના હારથી ભવ્ય રીતે શણગારવામાં આવ્યો છે. મંદિરે વહેલી સવારથી ભક્તો ઉમટી રહ્યાં છે અને માતાજીના ચરણોમાં શીશ ઝુકાવી માતાજીના આશિર્વાદ મેળવી રહ્યાં છે. યુવાનોથી માંડીને વડીલો સુધીના તમામ વર્ગના શ્રદ્ધાળુઓમાં નવરાત્રિના પ્રથમ દિવસનો ઉત્સાહ અને થનગનાટ જોવા મળી રહ્યો છે.

naidunia_image

રાજવી પરંપરા અને મંદિરનો સમૃદ્ધ ઇતિહાસ

આ ભવ્ય મંદિરનો ઈતિહાસ વડોદરાના ગૌરવશાળી રાજવી વારસા સાથે ગાઢ રીતે જોડાયેલો છે. લોકવાયકાઓ અને ઐતિહાસિક આલેખો અનુસાર, કારેલીબાગ સ્થિત આ પવિત્ર ધામની સ્થાપના તથા વિકાસમાં ગાયકવાડ રાજવી પરિવારનું વિશેષ યોગદાન રહ્યું છે. આ સ્થાનને અદભુત આધ્યાત્મિક કેન્દ્ર તરીકે મહારાજા સયાજીરાવ ગાયકવાડ સહિતના શાસકોના કાળમાં વિકસાવવામાં આવ્યું હતું.

રાજાશાહી સમયથી જ આ મંદિર સાથે અનેક પરંપરાઓ જોડાયેલી હોવાથી તેને "ગાયકવાડી બહુચર માતા મંદિર" તરીકે ઓળખવામાં આવે છે. વડોદરાના લોકોની નસોમાં આ મંદિર પ્રત્યે ગાઢ આસ્થા વણાયેલી છે. શ્રદ્ધાળુઓની એવી અતૂટ શ્રદ્ધા છે કે માં બહુચર પોતાના દરબારે આવનાર દરેક ભક્તના સંકટો હરીને જીવનમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિના આશીર્વાદ આપે છે.

નવરાત્રિના પ્રારંભે સર્જાયેલી આ ભીડને ધ્યાનમાં રાખીને મંદિર ટ્રસ્ટ અને સ્થાનિક પોલીસ પ્રશાસન દ્વારા સુરક્ષા, પાર્કિંગ અને સરળ દર્શન માટેના ઉત્કૃષ્ટ આયોજનો કરવામાં આવ્યા હતા, જેથી તમામ શ્રદ્ધાળુઓ સુચારૂ રીતે માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કરી ધન્યતા અનુભવી શકે.