Vadodara: મૂજ મહુડા સર્કલ પાસે અકસ્માત બાદ બાઈક સવારનો હાઈવોલ્ટેજ ડ્રામા: કારના કાચ તોડી ચાલકને માર માર્યો

વડોદરાના મૂજ મહુડા સર્કલ પાસે અકસ્માત બાદ બાઈક સવારે ભારે હંગામો મચાવ્યો હતો. કારના કાચ તોડી ચાલકને માર મારતા કલાકો સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચી મામલો થા

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Mon, 25 May 2026 11:55 AM (IST)Updated: Mon, 25 May 2026 11:55 AM (IST)
vadodara-muj-mahuda-circle-accident-bike-rider-drama-car-driver-assaulted

Vadodara News: વડોદરા શહેરના વ્યસ્ત ગણાતા મૂજ મહુડા સર્કલ પાસે ગત રોજ એક બાઈક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયા બાદ ભારે હંગામો મચી ગયો હતો. અકસ્માત બાદ બાઈક સવારે રસ્તા પર જ હાઈવોલ્ટેજ ડ્રામા શરૂ કરી દેતાં કલાકો સુધી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી, જેના કારણે વાહનચાલકો ભારે અટવાયા હતા.

naidunia_image

કારના કાચ તોડી ચાલક સાથે કરી મારામારી

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, મૂજ મહુડા સર્કલ પાસેથી પસાર થઈ રહેલી એક કાર અને બાઈક વચ્ચે સામાન્ય ટક્કર થઈ હતી. આ ઘટના બાદ બાઈક ચાલકે કાબૂ ગુમાવી દિધો હતો. જે બાદ ભારે ઉશ્કેરાટમાં આવીને કારના કાચ તોડી નાખ્યા હતા. કાર ચાલકને બહાર ખેંચીને જાહેરમાં ગાળો આપીને મારપીટ કરી હતી. બાઈક સવારનો આક્રમક મિજાજ જોઈને આસપાસના લોકોના જીવ અધ્ધર થઈ ગયા હતા.

naidunia_image

સમજાવવા ગયેલા લોકો સાથે ઝઘડો કર્યો

રસ્તા પર જાહેરમાં થઈ રહેલો આ તમાશો જોઈને કેટલાક સ્થાનિકો અને રાહદારીઓ મામલો થાળે પાડવા તેમજ બાઈક સવારને સમજાવવા વચ્ચે પડ્યા હતા. પરંતુ, આ માથાભારે બાઈક સવાર એટલો ઉશ્કેરાયેલો હતો કે, તેણે સમજાવવા આવેલા લોકો સાથે પણ ગેરવર્તન કર્યું હતું અને તેમની સાથે પણ ઝઘડો કરવા પર ઉતરી આવ્યો હતો.

naidunia_image

સ્થાનિકોનો આક્ષેપ:

ઘટના સ્થળે હાજર લોકોના જણાવ્યા અનુસાર, બાઈક સવારની વર્તણૂક સામાન્ય નહોતી. તે ભારે નશાની હાલતમાં હોવાનો અને નશાના જોરમાં જ ડ્રામા કરી રહ્યો હોવાનો આક્ષેપ સ્થાનિકોએ કર્યો છે.

પોલીસે મામલો થાળે પાડ્યો

આ હંગામાને કારણે ચાર રસ્તા પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ સ્થાનીક પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે આવીને ઉશ્કેરાયેલા બાઈક સવારને કાબૂમાં લીધો હતો અને મામલો થાળે પાડ્યો હતો. પોલીસે ટ્રાફિક ક્લિયર કરાવી વાહનવ્યવહાર પૂર્વવત કર્યો હતો અને આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.