વડોદરાના 'લવારી' કોમેડી શોમાં અશ્લીલતાના આક્ષેપ! ભુવન બામનો વીડિયો વાયરલ થતાં વિવાદ, કાજલ હિન્દુસ્તાનીની કડક પગલાંની માંગ

વડોદરાની ખાનગી યુનિવર્સિટીમાં યોજાયેલા લવારી કોમેડી શોના વાયરલ વીડિયો બાદ વિવાદ સર્જાયો છે. ભુવન બામની કથિત હરકત સામે કાજલ હિન્દુસ્તાની અને હેમાંગ રાવલે વિરોધ નોંધાવી કડક કાર્યવાહીની માંગ કરી છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sun, 29 Nov 2026 02:41 PM (IST)Updated: Sun, 29 Nov 2026 02:41 PM (IST)
vadodara-lavari-comedy-show-controversy-bhuvan-bam-viral-video-kajal-hindustani

Vadodara Lavari Comedy Show Controversy: વડોદરાની ખાનગી યુનિવર્સિટીમાં 25 નવેમ્બરના રોજ આયોજિક લવારી કોમેડી શોના વાયરલ વીડિયોને લઈને સોશિયલ મીડિયા પર મોટો વિવાદ છેડાયોછે. શો દરમિયાન જાણીતા કોમેડિયન ભુવન બામની કથિત અશ્લિલ હરકત અને તે સમયે એક્ટ્રેસ સંજીદા શેખના હસવાના દ્રશ્યો વાયરલ થતાં ભારે આક્રોશ ફેલાયો છે. કાજલ હિન્દુસ્તાની અને હેમાંગ રાવલે ગુજરાતની સંસ્કારી છબી અને નૈતિક મૂલ્યોનો હવાલો આપીને શો બંધ કરાવવા અને કડક કાર્યવાહીની માંગણી કરી છે.

શું છે સમગ્ર વિવાદ

વડોદરાની એક ખાનગી યુનિવર્સિટીમાં 25 નવેમ્બરનારોજ લવારી શોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના દ્રશ્યો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયા છે. કાર્યક્રમ દરમિયાન લગ્નની વાતચિત દરમિયાન ભુવને કરેલી કોમેન્ટ અને અશ્લિલ હરકતના લીધે વિવાદનો મધપૂડો છેડાયો છે. ઉપરાંત એક્ટ્રેસ સંજીદા શેખ હસતી જોવા મળતા ચર્ચાઓ થઈ રહી છે.

કાજલ હિન્દુસ્તાનીએ કડક કાર્યવાહીની માંગ કરી

લવારી શોના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં કાજલ હિન્દુસ્તાની સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને શોના નિર્માતાઓ પર અશ્લિલતા ફેલાવવાનો આક્ષેપ કર્યો હતો. ઉપરાંત સસ્તી પ્રસિદ્ધી માટે રૈના અને રણલીર અલ્હાબાદિયાની શૈલીની નકલ થતી હોવાનો દાવો કરતાં શો તાત્કાલિક ધોરણે બંધ કરી અને સમગ્ર ટીમ સામે કેસ દાખલ કરવાની માંગ કરી હકતી. તેની સાથે સાથે કાજલ હિન્દુસ્તાનીએ પોતાની પોસ્ટ પર ગુજરાતના સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને ખાસ અપીલ કરી હતી.

ઉપરાંત ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પણ ટેગ કર્યા છે. જ્યારે બીજી તરફ હેમાંગ રાવલે પણ પોતાની પ્રતિક્રિયા આપી કે, સંસ્કાર નગરી વડોદરામાં આવા કાર્યક્રમોમાં સ્ત્રી વિરોધી અને બિભત્સ વાતોના લીધે નૈતિકતા અને મૂલ્યોનું ખુલ્લેઆમ હનન થઈ રહ્યું છે. આથી આવા શો પર પ્રતિબંધ લાદી દેવો જોઈએ.