વડોદરા: કોટંબી સ્ટેડિયમમાં ભારત અને ઝિમ્બાબ્વે મહિલા ક્રિકેટ ટીમની આક્રમક પ્રેક્ટિસ શરૂ, આવતીકાલે વન-ડે મુકાબલો

23 ઓક્ટોબરના રોજ બપોરે 2 વાગ્યે ભારત અને ઝિમ્બાબ્વેની મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે વન-ડે મેચ રમાશે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Thu, 22 Oct 2026 07:45 PM (IST)Updated: Thu, 22 Oct 2026 07:45 PM (IST)
vadodara-kotambi-stadium-india-zimbabwe-women-odi-cricket-match-practice

India Women vs Zimbabwe Women ODI: વડોદરાના કોટંબી ક્રિકેટ સ્ટેડિયમમાં આંતરરાષ્ટ્રીય મહિલા ક્રિકેટના રોમાંચક મહાસંગ્રામ માટે તખ્તો તૈયાર છે. આવતીકાલ 23 ઓક્ટોબરના રોજ બપોરે 2 વાગ્યે ભારત અને ઝિમ્બાબ્વેની મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે શાનદાર વન-ડે મુકાબલા રમાનાર છે. આ મહત્વપૂર્ણ ટક્કર પહેલા આજે બંને ટીમોએ ગ્રાઉન્ડ પર પરસેવો વહાવ્યો હતો અને મેદાન પર ઉતરીને જોરશોરથી પ્રેક્ટિસ કરી હતી.

આવતીકાલની મેચને લઈને વડોદરાનાક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ અને થનગનાટ જોવા મળી રહ્યો છે. સ્ટેડિયમ ખાતે આજની નેટ પ્રેક્ટિસ દરમિયાન બંને ટીમના ખેલાડીઓ બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગમાં પોતાની રણનીતિને આખરી ઓપ આપ્યો હતો. ભારતીય ટીમ T20 શ્રેણી જીત્યા બાદ પૂરા આત્મવિશ્વાસ સાથે મેદાન પર ઉતરી રહી છે. જ્યારે ઝિમ્બાબ્વેની ટીમ પણ વન-ડે શ્રેણીમાં મજબૂત પુનરાગમન કરવા માટે સખત મહેનત કરતી નજરે પડી હતી.

ભારતીય ક્રિકેટ ટીમની મજબૂત બાજુ

આવતી કાલની વન-ડે મેચ માટે ભારતીય મહિલા ટીમ અત્યંત સંતુલિત અને શક્તિશાળી દેખાઈ રહી છે. ટીમની કમાન કુશળ ખેલાડી સ્મૃતિ મંધાનાના હાથમાં છે, જ્યારે વિસ્ફોટક બેટર હરમનપ્રીત કૌર, યુવા ઓપનર શેફાલી વર્મા, પ્રતિકા રાવલ, અને અનુભવી ઓલરાઉન્ડર દીપ્તિ શર્મા (ઉપ-કેપ્ટન) મેદાન પર આગવી રમતથી વિરોધી ટીમ પર દબદબો બનાવવા સજ્જ છે. આ ઉપરાંત વિકેટકીપર-બેટર રીચા ઘોષ, યાસ્તિકા ભાટિયા, હરલીન દેઓલ અને ઝડપી બોલર રેણુકા ઠાકુર સહિતના ખેલાડીઓએ આજે નેટ પર લાંબો સમય વિતાવીને અભ્યાસ કર્યો હતો.

ઝિમ્બાબ્વે ક્રિકેટ ટીમની તૈયારીઓ

બીજી બાજુ, મહેમાન ઝિમ્બાબ્વેની ટીમ પણ વડોદરાની પીચ અને વાતાવરણથી ટેવાઈને શ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે મેદાન પર પરસેવો પાડતી જોવા મળી હતી. ઝિમ્બાબ્વેની સ્કવોર્ડમાં સામેલ ખેલાડીઓ જેવી કે મિશેલ માવુંગા, ફ્રાન્સિસ્કા ચિપારે, ઓલિન્ડર ચારે, કુડઝાઈ ચિગોરા, ન્યાશા ગ્વાન્ઝુરા, નોમવેલો સિબાન્ડા, લોરિન ફિરી, ચિયેઝા ધુરુરુ, મોડેસ્ટર મુપાચિક્વા, તેન્ડાઈ માકુશા અને શાર્ને મેય જેવા નામોઆજે સઘન પ્રેક્ટિસ કરીને મેચ માટેની પોતાની તૈયારી બતાવી હતી.

વડોદરાના ક્રિકેટ રસિયાઓનીમીટ હવે આવતીકાલની આ રોમાંચક મેચમાં ભારતીય મહિલા ટીમના શાનદાર પ્રદર્શન પર છે. સુરક્ષા અને વ્યવસ્થાના પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યા છે, ત્યારે ક્રિકેટપ્રેમીઓ એક યાદગાર મુકાબલાના સાક્ષી બનવા માટે ઉત્સુક છે.