Vadodara News: અંગત કે વૈવાહિક સંબંધોને લઈને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) પાસેથી સલાહ કે પ્રશ્નોના જવાબ પૂછવા ક્યારેક અત્યંત ભારે અને અસહજ સાબિત થઈ શકે છે. આવો જ એક કિસ્સો વડોદરા શહેરમાં સામે આવ્યો છે, જ્યાં પોતાના સંબંધોથી નાખુશ એક શિક્ષકે પોતાની સમસ્યા ઉકેલવા માટે AI પાસે મદદ લેવાનું વિચાર્યું હતું.
AI દ્વારા પતિને છૂટાછેડા લેવાની સલાહ
આ પણ વાંચો
વડોદરાના એક શિક્ષક છેલ્લા 2 મહિનાથી પત્ની સાથે ચાલી રહેલા મતભેદ અને વિવાદનો ઉકેલ AI પાસે માંગી રહ્યા હતા. આ દરમિયાન AI એ સલાહ આપતા પતિને 'છૂટાછેડા લઈ લો' તેવું જણાવી દીધું હતું. AI ના આ જવાબથી સંતુષ્ટ થઈને પતિએ પોતાની પત્ની પાસે છૂટાછેડાની માંગણી કરી દીધી, જેનાથી પરિસ્થિતિ વધુ વણસી ગઈ હતી.
પત્નીએ મહિલા હેલ્પલાઈનમાં કરી ફરિયાદ
AI ના જવાબના આધારે પતિ દ્વારા છૂટાછેડા માંગવાની આ અજીબ હરકતથી પરેશાન થઈને ગુસ્સે ભરાયેલી પત્નીએ તાત્કાલિક મહિલા હેલ્પલાઈનમાં ફરિયાદ નોંધાવી દીધી હતી. મહિલા હેલ્પલાઈનનીટીમે જ્યારે શિક્ષકના ઘરે જઈને સમગ્ર મામલો સમજ્યો ત્યારે તેઓ પણ આ કારણ સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
હેલ્પલાઈન ટીમે કર્યું દંપતિનું કાઉન્સિલિંગ
મહિલા હેલ્પલાઈન ટીમે પતિ-પત્ની બંનેને બેસાડીને સમજાવ્યા કે અંગત કે કૌટુંબિક સંબંધોનાનિર્ણય કોઈ મશીનની સલાહ પર નહીં, પરંતુ પરસ્પર વાતો અને સમજાવટથી લેવા જોઈએ. તેનાથી સંબંધો વધુ બહેતર બને છે અને પરસ્પર સમજણ જળવાઈ રહે છે. ટીમે વધુમાં સ્પષ્ટ કર્યું હતું કે AI ક્યારેક અજીબોગરીબ અને અયોગ્ય નિર્ણયો આપી દે છે, જેનાથી માણસની જિંદગી મુશ્કેલીમાં મુકાઈ જાય છે.
શું છે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)?
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ને ગુજરાતીમાં કૃત્રિમ બુદ્ધિમત્તા કહેવામાં આવે છે. AI એ કમ્પ્યુટર સાયન્સ કે ટેક્નોલોજીનું એક એવું ક્ષેત્ર છે, જ્યાં મશીન માણસોની જેમ અથવા ક્યારેક માણસ કરતાં પણ વધુ બહેતર પરિણામો આપે છે. આજકાલ લોકો પોતાની જરૂરિયાત મુજબ અલગ-અલગ ક્ષેત્રોમાં AI પાસે સવાલ પૂછીને મદદ મેળવી રહ્યા છે.
