Vadodara News: વડોદરામાં હરિભક્તો દ્વારા મૌન રેલીનું આયોજન, ભાજપના સાંસદ સહિતના નેતાઓ પણ જોડાયા

નવલખી મેદાનથી એક વિશાળ મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. 10 હજારથી વધુ હરિભક્તો મૌન રેલીમાં જોડાયા હતા.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Sun, 23 Mar 2025 12:16 PM (IST)Updated: Sun, 23 Mar 2025 12:16 PM (IST)
vadodara-haribhaktas-organise-silent-maun-rally
HIGHLIGHTS
  • સત્ય,ન્યાય અને આત્મીયતા માટે માર્ગે મૌન રેલી યોજી

Vadodara News: વડોદરામાં પ્રબોધ સ્વામી જૂથના સંતો, હરિભક્તો દ્વારા રવિવારે નવલખી મેદાનથી મૌન રેલી યોજવામાં આવી હતી.સત્ય, ન્યાય અને આત્મીયતા માટે ગાંધી ચિંધ્યા માર્ગે મૌન રેલીનું આયોજન કરાયું હતું. નવલખીથી ખંડેરાવ માર્કેટ, ન્યાય મંદિર, ટાવર, કોઠી ચાર રસ્તા થઈ નવલખી મેદાન ખાતે મૌન રેલી સંપન્ન થશે. મૌન રેલીમાં 10 હજારથી વધુ હરિભક્તો જોડાયા હતા. સાંસદ હેમાંગ જોશી, ધારાસભ્યો, શહેર ભાજપ પ્રમુખ, ઈસ્કોન મંદિરના સંત પણ જોડાયા હતા.

બ્રહ્મલીન ગુરુ હરી પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજના યુગ કાર્યથી સૌ કોઈ પરિચિત છે. તેમજ વર્ષોથી એમની સાથેનો અનેક ભક્તોનો આત્મીયાનો નાતો રહ્યો છે. હરિપ્રબોધન પરિવારના યુવા સમાજ દ્વારા રવિવારે સત્ય ન્યાય અને આત્મીયતા માટે ગાંધી ચીંધ્યા માર્ગે નવલખી મેદાન ખાતેથી એક વિશાળ મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીનો પ્રારંભ નવલખી ગ્રાઉન્ડથી ખંડેરાવ માર્કેટ ન્યાય મંદિર ટાવર કોઠી ચાર રસ્તા થઈને નવલખી ગ્રાઉન્ડ પર જ આ રેલીની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.

પ્રબોધસ્વામી જૂથના સંતો હરિભક્તો દ્વારા આયોજિત રેલીમાં 10,000 થી વધુ હરિભક્તો જોડાયા હતા. સાથે જ વડોદરા શહેરના સાંસદ હેમાંગ જોશી તમામ ધારાસભ્યો શહેર ભાજપ પ્રમુખ જયપ્રકાશ સોની તેમજ ઇસ્કોન મંદિરના સંતો મહંતો પણ જોડાયા હતા. જ્યારે બીજી તરફ ન્યાય સત્ય અને આત્મીયતા માટેની આયોજિત આ મૌન રેલીમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જોડાતા ચર્ચાનો વિષય બન્યો હતો.