વડોદરા ‘ક્લીન અને ગ્રીન’ બનવા તરફ વધુ એક ડગલું; PM eBus Sewa હેઠળ વધુ 30 ઈ-બસનું લોકાર્પણ, હવે શહેરમાં દોડશે 80 બસો

વડોદરા પાલિકાએ PM eBus Sewa હેઠળ વધુ 30 નવી ઈ-બસ શરૂ કરી છે. શહેરમાં હવે કુલ 80 ઈ-બસ 14 રૂટ પર દોડશે. વિદ્યાર્થીઓ અને નોકરિયાતો માટે ટૂંક સમયમાં પાસ સેવા શરૂ કરાશે.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Wed, 14 Oct 2026 07:12 PM (IST)Updated: Wed, 14 Oct 2026 07:12 PM (IST)
vadodara-gets-30-new-ebuses-under-pm-ebus-sewa-total-80

Vadodara PM eBus Sewa: વડોદરા મહાનગરપાલિકા દ્વારા ‘ક્લીન સીટી, ગ્રીન સિટી’ના સંકલ્પને સાકાર કરવા અને નાગરિકોને પર્યાવરણપૂરક તથા સુવિધાજનક પરિવહન પૂરું પાડવા માટે વધુ એક મહત્વનું ડગલું ભરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારની ‘PM eBus Sewa’ યોજના અંતર્ગત સંસ્કારી નગરી વડોદરાને વધુ 30 નવી ઈલેક્ટ્રિક બસ (eBus) ફાળવવામાં આવી છે, જેનું આજે વિધિવત લોકાર્પણ કરીને રૂટ પર રવાના કરવામાં આવી હતી.

આ પ્રસંગે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ, મેયર, સ્થાનિક ધારાસભ્યો અને શહેર ભાજપ પ્રમુખે ઉપસ્થિત રહી નવી 30 બસોને લીલી ઝંડી બતાવી હતી. ઉલ્લેખનીય છે કે, કોર્પોરેશન દ્વારા અગાઉ 50 ઈ-બસ કાર્યરત કરવામાં આવી હતી. હવે આ નવી 30 બસો ઉમેરાતાં શહેરમાં કુલ ઈ-બસની સંખ્યા વધીને 80 થઈ ગઈ છે, જે શહેરના વિવિધ 14 રૂટ પર દોડશે.

naidunia_image

વિદ્યાર્થીઓ અને નોકરિયાતો માટે રાહત દરે પાસ સેવા શરૂ થશે

શહેરીજનો માટે વધુ એક ખુશીના સમાચાર આપતાં પાલિકા તંત્રે જણાવ્યું છે કે, મુસાફરોની સુવિધા વધારવા માટે આગામી થોડા જ દિવસોમાં ઈ-બસમાં વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગ માટે રાહત દરના પાસ ઇશ્યૂ કરવામાં આવશે. જેથી રોજિંદી અપ-ડાઉન કરતા નાગરિકોના ખિસ્સા પરનો બોજ ઘટશે. આ સિવાય, શહેરમાં મુસાફરોને કોઈ તકલીફ ન પડે તે માટે હાલ ચાલી રહેલી જૂની સિટી બસો પણ યથાવત રીતે ચાલુ રાખવામાં આવશે.

આગામી 3 થી 4 મહિનામાં બીજી 50 ઈ-બસ લાવવાનો લક્ષ્યાંક

કાર્યક્રમ દરમિયાન મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે- હાલમાં શહેરમાં ઈ-બસ અને વિટકોસ સિટી બસ મળીને એકંદર 155 બસો દોડી રહી છે. પરંતુ શહેરના વિસ્તાર અને વસ્તી પ્રમાણે હજી પણ અંદાજે 100 જેટલી બસોની જરૂરિયાત છે. આ ઘટ પૂરી કરવા માટે આગામી 3 થી 4 મહિનામાં વધુ 50 નવી ઈ-બસ લાવવા માટેના પ્રયાસો તેજ કરી દેવાયા છે.

naidunia_image

ઈ-બસોની સંખ્યા વધવાથી વડોદરામાં ઝેરી વાહનોના ધુમાડા અને પ્રદૂષણમાં મોટો ઘટાડો થશે તથા શહેરનું પર્યાવરણ વધુ સ્વચ્છ અને સુંદર બનશે.