Vadodara Ganeshotsav: આજવા રોડ પર શ્રીજી યુવક મંડળે બનાવેલી AI આધારિત હાઈટેક હોરર ગુફા આકર્ષણનું કેન્દ્ર બની, જુઓ VIDEO

વડોદરાના આજવા રોડ પર શ્રીજી યુવક મંડળે ગણેશોત્સવ માટે 80 ફૂટ લાંબી AI આધારિત 'હોરર ગુફા' તૈયાર કરી છે, જે ટેકનોલોજી અને ભક્તિનો અનોખો સંગમ છે. આ ગુફા યુવાનોને ભક્તિ તરફ આકર્ષવા અને અંધશ્રદ્ધા કરતાં ઈશ્વરીય શક્તિ શ્રેષ્ઠ છે તે સંદેશ આપવા માટે બનાવાઈ છે, જે દરરોજ હજારો ભક્તોને આકર્ષી રહી છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 19 Sep 2026 09:20 PM (IST)Updated: Sat, 19 Sep 2026 09:20 PM (IST)
vadodara-ganeshotsav-shreeji-yuvak-mandal-80-foot-ai-horror-cave-at-ajwa-road-spooks-visitors
HIGHLIGHTS
  • 15 AI સ્ટેચ્યુ અને ડરામણી સાઉન્ડ ઇફેક્ટ્સથી રોમાંચક અનુભવ

Vadodara Ganeshotsav: વડોદરા શહેર પોતાના અનોખા અને સર્જનાત્મક ગણેશોત્સવ ઉજવણી માટે જાણીતું છે. આ વર્ષે આજવા રોડ પર આવેલું ‘શ્રીજી યુવક મંડળ’ શ્રદ્ધાળુઓ માટે એક અદ્ભુત અને રોમાંચક અનુભવ લઈને આવ્યું છે. વર્ષ 2009થી સક્રિય આ મંડળે આ વખતે ટેકનોલોજીનો ઉપયોગ કરીને ગુજરાતની સૌથી વિશિષ્ટ 80 ફૂટ લાંબી 'હોરર ગુફા' તૈયાર કરી છે, જે હાલ સમગ્ર શહેરમાં આકર્ષણનું કેન્દ્ર બની છે.

આ ગુફાની મુખ્ય વિશેષતા તેમાં મુકવામાં આવેલા 15 જેટલા AI આધારિત સ્ટેચ્યુ છે. આધુનિક ટેકનોલોજી, સ્પેશિયલ મોટર્સ અને ડરામણી સાઉન્ડ ઈફેક્ટ્સના સમન્વયથી એવો તાદ્રશ માહોલ ઊભો કરાયો છે કે દર્શનાર્થીઓને ભૂત ઊભું થતું હોય કે ભયાનક દ્રશ્યો સર્જાતા હોય તેવો આભાસ થાય છે.

દાહોદમાં હર્ષ સંઘવીનો યુવાનો સાથે સંવાદ પૂછ્યું- 'આઝાદી પછી મોદી સાહેબ આવ્યા, ત્યાં સુધી કેટલી યુનિવર્સિટી અને સીટો હતી અને અત્યારે કેટલી છે?'

ગુફામાંથી પસાર થયા બાદ ભક્તો માટે ખાસ 5 મિનિટનો હોરર લાઈવ શો પણ યોજવામાં આવે છે. આ તમામ ડરામણા પડો અને રોમાંચક અનુભવને પાર કર્યા પછી શ્રદ્ધાળુઓને વિઘ્નહર્તા શ્રીજીના દિવ્ય દર્શન પ્રાપ્ત થાય છે.

મંડળના સભ્ય દીપ પુરાણીના જણાવ્યા અનુસાર, આ વિશિષ્ટ થીમ પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાનોને ભક્તિ તરફ આકર્ષવાનો અને સનાતન ધર્મનો પ્રચાર કરવાનો છે. સાથે જ, નાના બાળકો સમજી શકે કે અંધશ્રદ્ધા અને ભૂત-પ્રેતના વહેમો કરતાં માત્ર ઈશ્વરીય શક્તિ જ શ્રેષ્ઠ છે.

આ અનોખી ગુફાના નિર્માણ માટે મંડળના કાર્યકર્તાઓએ 'ડીઆર ક્રિએશન'ના લાલાભાઈ અને માર્કેટિંગ એજન્સીના સહયોગથી સતત 5 મહિના સુધી સખત મહેનત કરી છે. છેલ્લા બે મહિનાથી કાર્યકર્તાઓ દિવસ-રાત જોયા વગર તૈયારીઓમાં જોડાયેલા હતા.

દિનપ્રતિદિન અહીં 5 થી 7 હજાર જેટલા ભાવિક ભક્તો દર્શનાર્થે આવી રહ્યા છે. મંડળ દ્વારા ભક્તોની સુરક્ષા અને સુવિધાનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. આ માટે ફાયર સેફ્ટી સાધનો, સતત સીસીટીવી સર્વેલન્સ અને કટોકટીના સમય માટે સ્થળ પર જ મેડિકલ ડોક્ટરની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ટેકનોલોજી અને ભક્તિના આ અનોખા સંગમને વડોદરાવાસીઓ તરફથી ઉત્સાહજનક પ્રતિસાદ મળી રહ્યો છે.