યુવાનો માટે ખુશખબર! વડોદરામાં પાંચ ભરતી મેળાથી ખુલશે રોજગારના દ્વાર

આ ભરતી મેળામાં ઉમેદવારોને પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના, સ્વરોજગાર લોન સહાય યોજના અંગે માર્ગદર્શન પણ આપવામાં આવશે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sun, 18 Jan 2026 09:22 AM (IST)Updated: Sun, 18 Jan 2026 09:22 AM (IST)
vadodara-district-employment-office-organized-five-recruitment-fairs-for-youth
HIGHLIGHTS
  • વડોદરા જિલ્લા રોજગાર કચેરી દ્વારા મહત્વપૂર્ણ પહેલ
  • યુવાનો માટે પાંચ મોટા રોજગાર મેળાનું આયોજન કર્યું
  • યુવાઓને બાયોડેટાની પાંચ નકલ સાથે હાજર રહેવા અપીલ

Vadodara Job Fair: વડોદરા જિલ્લામાં રોજગાર ઇચ્છુક યુવક-યુવતીઓને વધુમાં વધુ રોજગારીની તકો ઉપલબ્ધ કરાવવા તેમજ ઉદ્યોગો અને વિવિધ સંસ્થાઓની માનવબળની જરૂરિયાત પૂર્ણ કરવા માટે જિલ્લા રોજગાર કચેરી દ્વારા મહત્વપૂર્ણ પહેલ હાથ ધરવામાં આવી છે. 

પાંચ રોજગાર તથા એપ્રેન્ટિસ ભરતી મેળાનું આયોજન

મદદનીશ નિયામક રોજગાર કચેરી, તરસાલી, વડોદરા તથા યુનિવર્સિટી એમ્પ્લોયમેન્ટ ઇન્ફોર્મેશન એન્ડ ગાઈડન્સ બ્યુરો (UEB), વડોદરા દ્વારા આજથી એટલે 18 જાન્યુઆરી 2026 થી 23 જાન્યુઆરી 2026 દરમિયાન કુલ પાંચ રોજગાર તથા એપ્રેન્ટિસ ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

18 જાન્યુઆરી

આ ભરતી મેળાઓ વડોદરા જિલ્લામાં કચેરી ખાતે તેમજ નોકરીદાતાના સ્થળે યોજાશે. આજે તારીખ 18 જાન્યુઆરી 2026 ના રોજ સવારે 9:00 થી 1:00 કલાક દરમિયાન હરણી સ્થિત સદગુરુ સ્કૂલ ખાતે ગ્રેજ્યુએટ, માસ્ટર તથા B.Ed લાયકાત ધરાવતા 20થી 45 વર્ષની વયના મહિલા અને પુરુષ ઉમેદવારો માટે અંદાજે 50 જેટલી ખાલી જગ્યાઓ માટે ભરતી મેળો (recruitment fair) યોજાશે.

20 જાન્યુઆરી

તારીખ 20 જાન્યુઆરી 2026 ના રોજ સવારે 10:00 થી 2:00 કલાક દરમિયાન જેતલપુર રોડ પર આવેલા એપોલો ફાર્મસી લિમિટેડ ખાતે SSC, HSC, ગ્રેજ્યુએટ તથા B. Pharmacy લાયકાત ધરાવતા 20 થી 35 વર્ષની વયના ઉમેદવારો માટે આશરે 50 ખાલી જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે.

22 જાન્યુઆરી

તારીખ 22 જાન્યુઆરી 2026 ના રોજ ગ્રોમેકસ એગ્રી ઇક્વિપમેન્ટ લિમિટેડ ખાતે ITI ફિટર, ડીઝલ મિકેનિકલ, ટર્નર અને MMV ટ્રેડમાં તાલીમ પ્રાપ્ત 20 થી 30 વર્ષની વયના પુરુષ ઉમેદવારો માટે કુલ 28 ખાલી જગ્યાઓ માટે ભરતી મેળો યોજાશે.

22 જાન્યુઆરી

તારીખ 22 જાન્યુઆરી 2026 ના રોજ તરસાલી સ્થિત મદદનીશ નિયામક (રોજગાર) ની કચેરી ખાતે HSC, ITI, ડિપ્લોમા અને ગ્રેજ્યુએટ લાયકાત ધરાવતા ઉમેદવારો માટે 200 થી વધુ ખાલી જગ્યાઓ તેમજ દિવ્યાંગ ઉમેદવારો માટે વિશેષ ભરતી યોજાશે.

23 જાન્યુઆરી

આ ઉપરાંત તારીખ 23 જાન્યુઆરી 2026 ના રોજ યુનિવર્સિટી એમ્પ્લોયમેન્ટ ઇન્ફોર્મેશન એન્ડ ગાઈડન્સ બ્યુરો, વડોદરા ખાતે BE તથા માસ્ટર ડિગ્રી લાયકાત ધરાવતા ઉમેદવારો માટે અંદાજે 50 જેટલી ખાલી જગ્યાઓ માટે ભરતી મેળો યોજાશે.

ભરતી મેળામાં ભાગ કેવી રીતે લેશો?

ઉમેદવારોનેઆ તમામ ભરતી મેળામાં ઉમેદવારોને પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના, સ્વરોજગાર લોન સહાય યોજના, એપ્રેન્ટીસશીપ તથા NCS પોર્ટલ અંગે માર્ગદર્શન પણ આપવામાં આવશે. પાંચ નકલ બાયોડેટા સાથે નિર્ધારિત સમય અને સ્થળે હાજર રહેવા અપીલ કરવામાં આવી છે. ભરતી પ્રક્રિયામાં કોઈપણ પ્રકારની ફી લેવામાં આવતી નથી, તેમ જિલ્લા રોજગાર કચેરી દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે.