Vadodara: દશામાતાજીની શોભાયાત્રામાં આનંદનો માહોલ તણાવમાં ફેરવાયો, નાચવા બાબતે બે જૂથ વચ્ચે છૂટા હાથે મારામારી

વડોદરામાં દશામાતાજીની શોભાયાત્રા દરમિયાન ડીજેના તાલે નાચવા બાબતે બે જૂથ વચ્ચે માથાકૂટ થઈ હતી. સામાન્ય બોલાચાલી બાદ છૂટા હાથની મારામારી થતાં અફરાતફરી મચી ગઈ હતી.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Mon, 03 Aug 2026 03:07 PM (IST)Updated: Mon, 03 Aug 2026 03:07 PM (IST)
vadodara-dasha-mataji-yatra-clash-youth-fight-over-dancing-dj

Vadodara News: વડોદરા શહેરમાં શ્રદ્ધા અને ઉલ્લાસ સાથે ઉજવાતા દશામાતાજીના પર્વ દરમિયાન ગતરોજ એક અઘટિત બનાવ બન્યો હતો. દશામાતાજીની આગમન યાત્રા નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને ભક્તો ઉત્સાહભેર જોડાયા હતા. યાત્રામાં વાગતા ડીજેના તાલે યુવક-યુવતીઓ અને ભક્તો ગરબા અને નૃત્ય કરી રહ્યા હતા. માહોલ સંપૂર્ણપણે ઉત્સવમય હતો, પરંતુ આ ખુશીનો માહોલ થોડી જ વારમાં તણાવમાં ફેરવાઈ ગયો હતો.

સામાન્ય તકરારમાં બે જૂથો વચ્ચે મારામારી

પ્રાપ્ત વિગતો અનુસાર, યાત્રા દરમિયાન નાચતા યુવકો વચ્ચે કોઈ નજીવી બાબતે બોલાચાલી થઈ હતી. શરૂઆતમાં સામાન્ય તકરાર તરીકે શરૂ થયેલી આ બોલાચાલીએ ટૂંક સમયમાં જ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. બંને પક્ષના યુવકો સામસામે આવી જતા મામલો વધુ બિચક્યો હતો અને જોતજોતામાં છૂટા હાથની મારામારી શરૂ થઈ ગઈ હતી.

naidunia_image

આગેવાનોએ પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો

યાત્રામાં ભક્તોની ભારે ભીડ એકત્રિત થયેલી હોવાને કારણે અચાનક સર્જાયેલી આ મારામારીથી સ્થળ પર ભારે દોડધામ મચી ગઈ હતી. માતાજીના દર્શનાર્થે આવેલા મહિલાઓ, બાળકો અને વડીલો પણ આ અચાનક થયેલી મારામારીથી ડરવા લાગ્યા હતા. ભીડમાં નાસભાગના દશ્યો સર્જાતા થોડા સમય માટે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. કેટલાક સમજદાર નાગરિકો અને આગેવાનોએ તાત્કાલિક વચ્ચે પડીને પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો.

naidunia_image

સ્થાનિક પોલીસે ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો

આ બનાવની જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને પરિસ્થિતિને વધુ બગડતી અટકાવી હતી. પોલીસે બંને પક્ષોને સમજાવીને મામલો શાંત પાડ્યો હતો અને યાત્રાને શાંતિપૂર્ણ રીતે આગળ વધારી હતી.

naidunia_image

ધાર્મિક આસ્થા અને ઉત્સવના પર્વ પર બનેલી આ પ્રકારની અપ્રિય ઘટનાને કારણે ભક્તોમાં ભારે રોષ અને ચિંતાની લાગણી ફેલાઈ ગઈ છે. તંત્ર દ્વારા ભવિષ્યમાં આવી ધાર્મિક યાત્રાઓ કે શોભાયાત્રાઓ વખતે પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે અને અસામાજિક તત્વો પર કડક નજર રાખવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.મ