Vadodara News: વડોદરા શહેરમાં ચાલુ મહિનામાં થયેલી ઘરફોડ ચોરીઓ વાહનચોરીના ગુનામાં સંડોવાયેલા રીઢા ગુનેગારને શહેર ક્રાઈમ બ્રાન્ચ ની ટીમે દેશી બનાવટની પિસ્તોલ ,મેગેઝીન અને સાત નંગ જીવતા કારતૂસ સાથે ઝડપી પાડ્યો છે, તેની ઝીણવટ ભરી તપાસમાં હથિયારનો ઉપયોગ કોઈ મોટા ગુનાને અંજામ આપવાનો હોવાનું જણાય આવ્યું છે. આ અંગે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચના ઈન્ચાર્જ એસીપી એમ.એમ.રાજપૂતે જણાવ્યું હતું કે, વડોદરા શહેરમાં અગાઉ ઘરફોડ ચોરીના ગુનાઓ નોંધાયા હતા. જે બાબતે ક્રાઈમ બ્રાન્ચની ટીમ આરોપીઓને શોધવા માટે સતત કાર્યરત હતી. જે બાબતે એક બાતમી મળી હતી કે રણોલી ગામ ખાતે કબીરસિંગ ઉર્ફે છોટા કબીર જોગેન્દ્રર સિંગ તેણે પોતાના ઘરમાં ગેરકાયદેસર રીતે દેશી પિસ્તોલ અને કારતુસ સંતાડી રાખેલ છે. જે બાબતે પૂછપરછ કરતા છોટા કબીરસિંગ જોગિન્દર સીકલીગરના ઘરે તપાસ કરતા તેના ઘરમાંથી એક હથિયાર મળી આવ્યું હતું. જેમાં દેશી હાથ બનાવટનું અગ્નિ શસ્ત્ર ,એક મેગેઝીન અને સાત જીવતા કારતૂસ મળી આવ્યા હતા.
એની સાથે સાથે તેના ઘરેથી સોના જેવી પીડી ધાતુની ત્રણ બુટ્ટી, એક વીટી, એક નથણી અને એક બીજી ચાંદીની ધાતુની જ્વેલરી મળી આવી હતી. જે બાબતે વધુ તપાસમાં દશરથ ગામ ખાતે એક ઈકો ગાડીની પણ ચોરી કરી હતી અને ચોરીના કામે તેણે તેનો ઉપયોગ કરીને એક જગ્યાએ ગાડીને સંતાડી મૂકી દીધી હતી. અને આ ત્રણેય બાબતે જાણકારી મળી હતી. જે બાબતે ઘરફોડ ચોરીનો ગુનો તારીખ 6 ડિસેમ્બરના રોજ દાખલ થયો હતો.
સમામાં ઇકો ચોરીનો ગુનો 15 ડિસેમ્બરના રોજ દાખલ થયો હતો અને આર્મ્સ એક્ટનો ગુનો જવાહર નગર પોલીસ ખાતે આજે દાખલ કરવામાં આવ્યો હતો. આ હથિયાર તે ઉત્તર પ્રદેશથી લાવેલો છે અને તે અંગેની તપાસ હાલમાં ચાલુ છે અને આનો ઉપયોગ એક મોટા કામને અંજામ આપવાનો છે, તેવી જાણકારી આરોપીની પૂછપરછમાં મળી છે. આ હથિયાર લાવવામાં તેની મદદગારીમાં ચંદન દયાશંકર રાજપૂત સામેલ છે, તેવી હકીકત પ્રાથમિક તપાસમાં જણાઈ આવી છે. ઘરમાંથી ચોરીનો મુદ્દામાલ રિકવર કરેલો છે. આરોપી ઉપર અગાઉ 18 ગુના નોંધાયેલા છે. જેમાં ચેન સ્નેચિંગ,ઘરફોડ, વાહનચોરી, મારામારી તેમજ અગાઉ ત્રણ વાર પાસા હેઠળની પણ તેની પર કાર્યવાહી થઈ છે.
