VIDEO: ચાલુ બુલેટ પર કપલનો ‘અશ્લીલ’ રોમાન્સ; વડોદરાના રસ્તાઓ પર કર્યા જોખમી સ્ટંટ, જુઓ વીડિયો

છાણી TP13 વિસ્તારના મુખ્ય માર્ગ પરનો આ વીડિયો હોવાનો અંદાજ છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Mon, 04 May 2026 10:33 AM (IST)Updated: Mon, 04 May 2026 11:51 AM (IST)
vadodara-couple-romance-on-bullet-stunt-video-viral-on-chhani-road
HIGHLIGHTS
  • વડોદરામાં ચાલુ બુલેટ પર કપલનો રોમાન્સ
  • પોલીસ દ્વારા CCTV ફૂટેજના આધારે તપાસ

Vadodara Couple Viral video: સંસ્કારી નગરી વડોદરામાં છેલ્લા કેટલાક સમયથી જાહેર રસ્તાઓ પર અશ્લીલતા અને જોખમી સ્ટંટના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. શહેરના છાણી TP13 વિસ્તારના મુખ્ય માર્ગ પર એક બુલેટ સવાર પ્રેમીપંખીડાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં તેઓ ટ્રાફિકના નિયમોની ધજ્જીઓ ઉડાવતા ચાલુ બાઈક પર ભાન ભૂલીને રોમાન્સ કરતા નજરે પડે છે.

ચાલુ બાઈક પર જોખમી હરકતો

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, એક યુવક બુલેટ ચલાવી રહ્યો છે અને એક યુવતી તેની આગળ ટાંકી પર ઊંઘી બેસીને તેને વળગી પડી છે. આ કપલ જાહેર રસ્તા પર અન્ય વાહનચાલકોની કોઈ જ પરવા કર્યા વગર અત્યંત જોખમી રીતે વાહન હંકારી રહ્યું હતું. આ પ્રકારની છાટકાગીરી તેમના પોતાના જીવ માટે તો જોખમી છે જ, પરંતુ રસ્તા પરથી પસાર થતા અન્ય નિર્દોષ નાગરિકો માટે પણ મોટો અકસ્માત સર્જી શકે છે.

ટ્રાફિક નિયમોના ઉડ્યા લીરેલીરા

પ્રેમમાં આંધળા બનેલા આ યુગલે સુરક્ષા માટે હેલ્મેટ પહેરવાની તસ્દી પણ લીધી ન હતી. રસ્તા પરથી પસાર થતા કોઈ જાગૃત નાગરિકે આ દ્રશ્યો પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધા હતા, અને તેને સોશિયલ મીડિયા પર વહેતા કર્યા હતા. આ વીડિયો સામે આવતા જ સ્થાનિક રહીશોમાં અને નેટીઝન્સમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, અને આ કપલની જોખમી હરકતો સામે ફિટકાર વરસાવી રહ્યા છે.

પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ

આ વીડિયો વાયરલ થતાની સાથે જ વડોદરા શહેર પોલીસ અને ટ્રાફિક વિભાગ તુરંત હરકતમાં આવી ગયું છે. પોલીસ દ્વારા વીડિયોના આધારે બુલેટના રજીસ્ટ્રેશન નંબરની તપાસ કરવાની અને આસપાસના વિસ્તારના CCTV ફૂટેજ મેળવીને કપલની ઓળખ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

ઉચ્ચ પોલીસ અધિકારીઓએ સ્પષ્ટતા કરી છે કે, જાહેર માર્ગ પર આ પ્રકારની અશ્લીલતા ફેલાવવા અને અન્યના જીવને જોખમમાં મૂકીને વાહન ચલાવવા બદલ આ યુગલ સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે. શહેરમાં સુરક્ષા અને સંસ્કાર સામે પ્રશ્નાર્થ ઊભા કરી રહેલા બનાવોને અટકાવવા માટે પોલીસ આકરી કાર્યવાહી કરે તેવી લોકમાંગ ઉઠી છે.